For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આકાશમાંથી વરસી અગન વર્ષા, વાંચો આજના ટોપ સમાચાર

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

દેશભરમાં આકાશમાંથી જાણે કે અગનવર્ષા થઇ રહી હોય તેમ ગુજરાત સહિત ભારતભરમાં લોકો ત્રાહીમામ પોકારી જાય તેવી ગરમી પડી રહી છે. તો બીજી તરફ ભારત આવેલા ચીનના પ્રધાનમંત્રી સાથે અનેક મુદ્દાઓ પર વિશેષ સહમતિ કરવામાં આવી છે. જ્યારે ચીનના વડાપ્રધાન સાથે વિવિધ નેતાઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

પીએમ વિથ પીએમ

પીએમ વિથ પીએમ

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ અને ચીનના વડાપ્રધાન લી કેકિયાંગ વચ્ચે મુલાકાત યોજાઇ હતી.

વિનિંગ સેલિબ્રેશન

વિનિંગ સેલિબ્રેશન

બાર્સેલોના કાતે સ્પિનિશ લિગમાં વિજેતા થયા બાદ એફસી બાર્સેલોનાના ખેલાડીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

કેકેઆર સામેના વિજયનો ઉત્સાહ

કેકેઆર સામેના વિજયનો ઉત્સાહ

હૈદરાબાદ ખાતે રમાયેલી આઇપીએલ છની મેચમાં કેકેઆર સામે વિજય થયા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી ડેરેન સામી ઝૂમી ઉઠ્યો હતો.

જોધપુરમાં આગ

જોધપુરમાં આગ

જોધપુર ખાતેના સુરપુરા પાવર હાઉસમાં તણખું ઝરતા આગ લાગી હતી.

નવી દિલ્હીમાં ટ્રાફિક જામ

નવી દિલ્હીમાં ટ્રાફિક જામ

નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ પાસે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યું હતુ, હાલ ચાઇનિઝ વડાપ્રધાન નવી દિલ્હીની મુલાકાતે હોય શહેરમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.

ઉફ યે ગરમી

ઉફ યે ગરમી

નવી દિલ્હી ખાતે ભારે ગરમીથી બચવા માટે એક યુવક અને યુવતીએ પોતાની જાતને છત્રીથી કવર કરી લીધા હતા.

રાજઘાટા શ્રદ્ધાંજલિ અર્પી

રાજઘાટા શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હીમાં રાજધાટ ખાતે ચાઇનિઝ પ્રધાનમંત્રી લિ કેકિયાંગે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ઝેબુનિસા કાઝીનુ આત્મસર્પણ

ઝેબુનિસા કાઝીનુ આત્મસર્પણ

મુંબઇ 1993 વિસ્ફોટ કેસના આરોપી ઝેબુનિસા કાઝીએ ટાડા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

બાસરા ખાતે બોમ્બ વિસ્ફોટ

બાસરા ખાતે બોમ્બ વિસ્ફોટ

બગદાદ ખાતે બાસરાના જાણીતા રેસ્ટોરાંની બહાર કાર દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભીડ જમા થાય છે.

બાળલગ્ન

બાળલગ્ન

ગયાના મિરાકપુર ગામે છઠ્ઠા ધોરણની પૂનમ અને નવમા ધોરણના રાજેશના બાળ લગ્ન કરવામાં આવ્યા હતા.

વિપક્ષી નેતા સાથે ચાઇનિઝ પ્રધાનમંત્રી

વિપક્ષી નેતા સાથે ચાઇનિઝ પ્રધાનમંત્રી

નવી દિલ્હીમાં ચાઇનિઝ પ્રધાનમંત્રી લિ કેકિયાંગ અને લોકસભાના વિરોધપક્ષના નેતા સુષમા સ્વરાજ સાથે બેઠક યોજી હતી.

સોનિયા ગાંધી સાથે લિ કેકિયાંગ

સોનિયા ગાંધી સાથે લિ કેકિયાંગ

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ચાઇનિઝ પ્રધાનમંત્રી લિ કેકિયાંગ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજાઇ હતી.

નેતા સાથે અભિનેતા

નેતા સાથે અભિનેતા

ધર્મશાળા ખાતે અભિનેતા સુનિલ શેટ્ટી અને ભાજપ નેતા રાજીવ પ્રતાપ રુડીએ ટ્રેડિશનલ હિમાચલ આર્ટિસ્ટના તાલે નૃત્ય કર્યું હતું.

શરિફ પારકરનું આત્મસમર્પણ

શરિફ પારકરનું આત્મસમર્પણ

મુંબઇની બાયકુલા હોસ્પિટલ ખાતે દાખલ 1993 મુંબઇ બ્લાસ્ટના આરોપી શારિફ પારકરે ટાડા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે.

English summary
monday may 20 s top news in photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X