For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Monkeypox: દિલ્લીમાં મંકીપૉક્સનો વધુ એક શંકાસ્પદ કેસ, બધા રાજ્યોમાં એલર્ટ

ભારતમાં મંકીપોક્સ રોગનુ જોખમ વધી રહ્યુ છે. રાજધાની દિલ્લીમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં મંકીપોક્સ રોગનુ જોખમ વધી રહ્યુ છે. રાજધાની દિલ્લીમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહેવાલો મુજબ મંકીપૉક્સના લક્ષણો સાથે અન્ય એક શંકાસ્પદ દર્દીને મંગળવારે દિલ્લીની લોકનાયક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દર્દી તાવ અને ત્વચા પર ફોલ્લીઓના લક્ષણો સાથે હૉસ્પિટલની ઇમરજન્સીમાં આવ્યો હતો. દર્દીને હાલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યો છે.

Monkeypox

મુંબઈ અને પેરિસનો પ્રવાસ કરીને આવ્યો હતો દર્દી

શંકાસ્પદ દર્દી ગાઝિયાબાદથી ખૂબ તાવ અને શરીર પર ફોલ્લીઓની સમસ્યા સાથે આવ્યો હતો એવુ કહેવાય છે. ડૉક્ટરોની ટીમ દર્દી પર નજર રાખી રહી છે. બુધવારે તેના સેમ્પલને તપાસ માટે પુણેની લેબમાં મોકલી શકાશે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે શંકાસ્પદ દર્દી 20 દિવસ પહેલા મુંબઈની મુસાફરી કરીને પરત ફર્યો છે. આના બે મહિના પહેલા તે ફ્રાન્સની રાજધાની પેરિસ ગયો હતો.

English summary
Monkeypox case another suspect admitted Delhi hospital, alert issue for all states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X