Monsoon 2023 : રાજ્યમાં ક્યારે શરૂ થશે ચોમાસુ? જાણો હવામાન વિભાગની આગાહી
Monsoon 2023 : ચોમાસાનું આગમન જૂન મહિનામાં આગમન થશે. ચોમાસુ સારુ રહેવાની આશા હોવા ઉપરાંત 4 જૂનની આસપાસ કેરળમાં પહોંચી જશે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 1 જૂનથી પહેલા ચોમાસુ શરૂ થવાની આશા રાખવામાં આવી રહી છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી શક્યતા વધુ રહેશે.

જૂનમાં શરૂ થશે ચોમાસું - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું જૂનમાં આવી જશે. મજબૂત થયા બાદ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચશે. IMDએ જણાવ્યું હતું કે, 1 જૂન પહેલા ચોમાસાની શરૂઆત થવાની આશા નથી. જોકે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.
આગામી એક સપ્તાહ સુધી અરબી સમુદ્રમાં ચક્રવાતની કોઈ શક્યતા નથી. જો વરસાદનું વિતરણ દરેક જગ્યાએ લગભગ સરખું હોય તો તેને સામાન્ય સ્થિતિ ગણવામાં આવશે. જો બધે સરખો વરસાદ થાય, તો આ વખતે ખેતીને વધુ અસર નહીં થાય. ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું.
IMD તરીકે ઓળખાતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનની તારીખ 2023ની જાહેરાત કરી છે, જે 04 મી જૂન 2023થી શરૂ થશે. ગયા વર્ષે ચોમાસું કેરળ, ગુજરાત અને મુંબઈ જેવા ભારતના ઘણા રાજ્યોમાં 29મી મેના રોજ આવ્યું હતું.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ વર્ષે થોડું મોડું થવાનું છે. તેનો અર્થ એ છે કે, 10 જૂનની આસપાસ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય ભારતમાં આવતું હતું. ચોમાસાની નવી શરૂઆતની તારીખો અથવા વૈકલ્પિક સમયપત્રકનું પાલન કરવું હિતાવહ છે. શરૂઆતની તારીખમાં ફેરફાર પણ હવામાનના ફેરફારોને કારણે થાય છે.












Click it and Unblock the Notifications
