For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદો! કેરળમાં સમયસર આવી પહોંચ્યો વરસાદ

|
Google Oneindia Gujarati News

monsoon
અમદાવાદ, 1 જૂન: ગરમીનો પારો જ્યારે 45 ડિગ્રીને પણ વટાવી ગયો છે, અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે એક ખુશીના સમાચાર એ આવી રહ્યા છે છે કે કેરળમાં આજે વરસાદે પગરણ કરી લીધા છે. માટે હવે થોડા દિવસોની અંદર વરસાદ ગુજરાતમાં પણ પધારે એવી સંભાવના છે.

હવામાનખાતાના સૂત્રોનું માનીએ તો કેરળમાં જો પહેલી જૂના રોજ વરસાદ આવે તો સમજવું અન્ય શહેરોમાં પણ વરસાદ સમયસર અને સામાન્ય થવાની સંભાવના વધારે સેવાય છે. દક્ષિણ ભારતના કેરળ બાજુના વિસ્તારોમાં ગઇકાલે એટલે કે 31 મેના રોજથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો, અને છેલ્લા 48 કલાકથી અત્રે વરસાદ થઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કન્નૂરમાં સૌથી વધારે 29 સેમી વરસાદ નોંધાયો છે, જ્યારે 17 અન્ય સ્થળો પર પણ સાત સેમીથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે વરસાદ સામાન્ય રહશે અને 98 ટકા વરસાદ થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે કેરળ પહોંચીને વરસાદ જુલાઇ સુધી આખા દેશને કવર કરી લે છે. સામાન્ય રીતે દેશમાં મોનસૂનને પહોંચવાની સામાન્ય તિથિ 1 જૂન માનવામાં આવે છે. આ વખતે તે સમયયસર આવ્યો છે જ્યારે ગયા વર્ષે તે 5 જૂનના રોજ આવ્યો હતો.

English summary
South-East monsoon has entered Kerala. It may hit Coastal Karnataka in 48 hours, as per Director General of Indian Meteorological Dept S.L. Rathod. It is raining heavily in Kerala and many parts of Tamil Nadu. Fishers have been directed not to enter sea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X