Monsoon arrives in Kerala: આતુરતાનો અંત, ચોમાસુ પહોંચ્યુ કેરળ, હવામાન વિભાગે આપી માહિતી
Monsoon arrives in Kerala: આખરે આતુરતાનો અંત આવ્યો અને ચોમાસુ કેરળમાં પહોંચી ગયુ છે. આ અંગે માહિતી આપતા હવામાન વિભાગે કેરળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે પહેલા જ કહ્યુ હતુ કે ચોમાસુ 8 જૂને કેરળ પહોંચશે અને આજે તેની આગાહી સાચી સાબિત થઈ છે.
હવામાન કેન્દ્ર, કેરળ હવામાન, ત્રિવેન્દ્રમ વતી ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ વખતે ચોમાસું પૂરા સાત દિવસ પછી કેરળમાં પહોંચ્યું છે. સામાન્ય રીતે તે અહીં 1 જૂને પહોંચતુ હોય છે પરંતુ આ વખતે તે 4 જૂને પહોંચશે તેવુ અગાઉ કહેવામાં આવ્યુ હતુ પરંતુ તે પછી પણ તેમાં વધુ વિલંબ થયો.

હવામાન વિભાગે તેનુ એરર માર્જિન ચાર દિવસનુ રાખ્યુ હતુ અને તે મુજબ આજે તે કેરળ પહોંચી ગયુ છે. હવામાન વિભાગે એ પણ કહ્યું કે કેરળમાં છેલ્લા 24 કલાકમાં પૂરતો વરસાદ થયો છે, અમે પહેલાથી જ કહ્યું હતું કે ચોમાસા માટે તમામ પરિસ્થિતિઓ અનુકૂળ છે, તેથી તે આજે અહીં પહોંચવુ જોઈએ.
જો કે હવામાનશાસ્ત્રીઓએ કહ્યું હતું કે વાવાઝોડા 'બિપરજોય'ના કારણે ચોમાસું પ્રભાવિત થઈ શકે છે, હાલમાં તે વાવાઝોડા 'બિપરજોય'ની વચ્ચે કેરળ પહોંચી ગયું છે અને એવી અપેક્ષા છે કે તેનો આગળનો માર્ગ કુદરતી રહેશે અને સામાન્ય રીતે વરસાદ પડશે. જો કે, આ કારણે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ખરીફ પાક માટે ચોમાસાનો વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ખેડૂતો આ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગે કહ્યું હતું કે ચોમાસું મોડુ પડવુ એ કુદરતી પ્રક્રિયા છે, તે મોડુ આવ્યુ છે પરંતુ તે સામાન્ય ગતિએ આગળ વધશે. તેના પર અલ નીનોની અસર પણ જોવા મળશે અને જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે પરંતુ પછી તે ઝડપ પકડી લેશે અને સામાન્ય વરસાદ થશે.
ખાનગી એજન્સી સ્કાયમેટે કહ્યું કે આજે કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને હિમાચલ પ્રદેશમાં હવામાન સૂકુ રહેશે. કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વોત્તરમાં પણ વરસાદ પડી શકે છે માટે દરેક જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023 against the normal date of 01st June. pic.twitter.com/1iqiz5Jl9e
— Meteorological Centre, Kerala weather, Trivandrum (@imd_trivandrum) June 8, 2023
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
