મુંબઈમાં વિનાશ વેર્યા બાદ રાજસ્થાન પહોંચ્યુ ચોમાસુ, આજે 8 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

મંગળવારે ચોમાસાએ રાજસ્થાનમાં દસ્તક આપી દીધી છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના 8 રાજ્યોને વરસવા માટે આગળ વધી રહ્યુ છે અને બહુ જલ્દી અહીં ભારે વરસાદ થશે.

મુંબઈ જ્યાં એક તરફ વરસાદથી બેહાલ થઈ ગયુ છે ત્યાં બીજી તરફ દેશના ઘણા રાજ્યો વરસાદ માટે તરસી રહ્યા છે. મંગળવારે ચોમાસાએ રાજસ્થાનમાં દસ્તક આપી દીધી છે અને હવામાન વિભાગનું કહેવુ છે કે આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના 8 રાજ્યોને વરસવા માટે આગળ વધી રહ્યુ છે અને બહુ જલ્દી અહીં ભારે વરસાદ થશે.

આગામી 72 કલાક ચોમાસાના વરસાદની સંભાવના

આગામી 72 કલાક ચોમાસાના વરસાદની સંભાવના

હવામાન વિભાગે કહ્યુ કે ઉત્તર પશ્ચિમ ભારતના હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાં આગામી 72 કલાકમાં મોનસુનના વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણો સારો વરસાદ થવાની સંભાવના છે. વળી, દિલ્લી સુધી વરસાદ પહોંચવામાં હજુ થોડો સમય છે.

ધૂળ ભરેલી આંધી અને હળવા વરસાદની સંભાવના

ધૂળ ભરેલી આંધી અને હળવા વરસાદની સંભાવના

આવનારા ચારથી પાંચ દિવસ દરમિયાન દિલ્લી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં ઝડપી પવન સાથે ધૂળ ભરેલી આંધી અને હળવા વરસાદની ગતિવિધિઓ થવાની સંભાવના છે. દિલ્લી-એનસીઆરના અલગ અલગ સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

ચેન્નઈમાં વધી રહ્યુ છે જળ સંકટ

ચેન્નઈમાં વધી રહ્યુ છે જળ સંકટ

સ્કાઈમેટના જણાવ્યા મુજબ ચેન્નઈમાં લાંબા સમયથી વરસાદ થયો નથી જેના કારણે અહીં જળ સંકટ મંડરાઈ રહ્યુ છે કારણકે જળાશયોમાં ક્ષમતાના મુકાબલે બહુ ઓછુ પાણી બચ્યુ છે. જુલાઈના પહેલા સપ્તાહમાં ચેન્નઈમાં સૂકુ હવામાન વધુ સમય રહેશે જેનાથી સ્થિતિ વધુ વિકટ થઈ જશે. આંકડાની વાત કરીએ તો દિલ્લી સામાન્ય રીતે 27 જૂન સુધી 47.2 ટકા વરસાદ થાય છે પરંતુ આ વર્ષે માત્ર 6.3 ટકા વરસાદ થયો છે જે સામાન્યથી 87 ટકા ઓછો છે.

અહીં થઈ શકે છે વરસાદ

અહીં થઈ શકે છે વરસાદ

આગામી થોડા કલાકોમાં મેઘાલય અને અસમમાં પણ ભારે વરસાદના સંકેત છે. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 3 જુલાઈના રોજ એક-બે સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદના અણસાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X