ભીષણ ગરમી છે હાલમાં પરંતુ ઝમાઝમ વરસાદમાં પલળવા માટે થઈ જાવ તૈયાર, IMDએ આપ્યા મોટા ખુશખબર

ભીષણ ગરમીની આહટ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ખુશખબર આપ્યા છે.

નવી દિલ્લીઃ આ વખતે ગરમી પોતાની સિઝન પહેલાથી જ આગ વરસાવી રહી છે. 2022નો માર્ચ મહિનો જ એટલો ગરમ રહ્યો કે 100 વર્ષ પહેલા પણ માર્ચમાં આટલી ગરમી નહોતી પડી. આ વખતે લૂ પણ સમય કરતા વહેલા લાગવાનુ ચાલુ થઈ ગઈ છે. જો કે, ભીષણ ગરમીની આહટ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ખુશખબર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આખા દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી ખૂબ મોસમી(જુલાઈથી સપ્ટેમ્બર) વરસાદ થવાની સંભાવના છે. આ વખતે પણ વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી ખૂબ મોસમી વરસાદની સંભાવના

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી ખૂબ મોસમી વરસાદની સંભાવના

તમને જણાવી દઈએ કે આ વર્ષે દેશના ઘણા બધા ભાગોમાં 1 એપ્રિલે ખૂબ વરસાદ થયો. આના પર ભારતીય હવામાન વિભાગે ભવિષ્વાણી કરી છે કે 14 એપ્રિલ વરસાદના રિલીઝનો દિવસ હતો. હવે 2022ના દક્ષિણ-પશ્ચિમ મોનસુન વરસાદ કરવા માટે પૂરતા રહેશે. આ વર્ષે ચોમાસુ લાંબા સમય માટે સરેરાશ(એલપીએ)માં રહેશે જેનાથી 96%થી 104% વરસાદ થવાનો અંદાજ છે. કંઈક આવુ જ આકલન 'સ્કાઈમેટ વેધર'ના હવામાન પૂર્વાનુમાન-2022 રિપોર્ટમાં પણ કરવામાં આવ્યુ છે.

પ્રચંડ ગરમીથી મળશે રાહત

પ્રચંડ ગરમીથી મળશે રાહત

સ્કાઈમેટ વેધરના એક્સપર્ટસના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસાના વરસાદની સ્થિત સામાન્ય રહેશે. જો કે, પ્રચંડ ગરમીની અસરને જોતા લોકોને લાગે છે કે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો થઈ શકે છે. સ્કાઈમેટ વેધરના એક્સપર્ટ મુજબ 4 મહિના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બરનો સરેરાશ વરસાદ 880.6 Mmની સરખામણીમાં 2022માં 98% વરસાદની સંભાવના છે(એરર માર્જીન +/_5%) આ પહેલા, 21 ફેબ્રઆરી, 2022ના રોજ જાહેર કરેલ પોતાના પ્રારંભિક પૂર્વાનુમાનમાં પણ સ્કાઈમેટે મોનસુન 2022ને સામાન્ય હોવાનુ આકલન કર્યુ હતુ અને હજુ પણ આના પર યથાવત છે કે આ વર્ષે સામાન્ય વરસાદનો પ્રસાર LPAના 96%-104% છે.

સિઝનના પહેલા ભાગમાં વધુ સારો રહેશે

સિઝનના પહેલા ભાગમાં વધુ સારો રહેશે

અમુક હવામાન વિશેષજ્ઞોનુ કહેવુ છે કે રાજસ્થાન અને ગુજરાત સાથે-સાથે પૂર્વોત્તર ક્ષેત્રના નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આખી સિઝનમાં વરસાદ ઓછો થવાનુ જોખમ રહેશે. આ ઉપરાંત કેરળ અને આંતરિક કર્ણાટકમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનાઓમાં ઓછો વરસાદ થશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્ર અને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વર્ષા આધારિત ક્ષેત્રોમાં સામાન્યથી વધુ વરસાદ થશે. સિઝનનો પહેલો ભાગ બાદવાળાની સરખામણીમાં સારો રહેવાની આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X