Monsoon session of Parliament : આજથી સંસદનું ચોમાસુ સત્ર, જાણો પહેલા દિવસે શું થશે?
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ચોમાસુ સત્ર અને રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે બે અલગ-અલગ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
Monsoon session of Parliament : સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહ વચ્ચે આજે મુકાબલો છે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ચોમાસુ સત્ર અને રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે બે અલગ-અલગ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે, તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા વેંકૈયા નાયડુએ તમામ સાંસદોને વિદાય ભેટ તરીકે ઉત્પાદક સત્રની ભેટ આપવા કહ્યું છે.

વિપક્ષ સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરશે
આજથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં માનવામાં આવી રહ્યું છે કે, વિપક્ષ સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરશે, જેમાં મુખ્યત્વે અગ્નિપથભરતી યોજના છે.
સરકારે સેનામાં ભરતી માટે જે રીતે અગ્નિપથ યોજના શરૂ કરી છે, તેને લઈને વિપક્ષ ખૂબ જ આક્રમક છે. દેશભરમાંવિરોધ પક્ષોએ પ્રદર્શન કરીને સરકારની યોજનાનો વિરોધ કર્યો હતો.
માનવામાં આવે છે કે, આ વખતે સત્રમાં લગભગ 32 બિલ રજૂકરવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, જુદા જુદા વિભાગો દ્વારા 32 બિલ તૈયાર કરવામાં આવ્યા છે,જેમાંથી 14 બિલ તૈયાર છે, પરંતુ તે ચર્ચા વિના પસાર થશે નહીં.

અસંસદીય શબ્દોને લઈને મોટો વિવાદ સામે આવ્યો
ઉલ્લેખનીય છે કે, સંસદમાં ગયા અઠવાડિયે અસંસદીય શબ્દોને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો. સંસદમાં જે રીતે બિનસંસદીયશબ્દોની યાદી બહાર આવી છે.
તેના સંદર્ભમાં TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયન અને અન્ય સાંસદોએ જણાવ્યું હતું કે, તેઓ આ શબ્દોનોઉપયોગ કરવાનું ચૂકશે નહીં. જોકે સરકારનું કહેવું છે કે, 1954થી લોકસભા આ રીતે શબ્દોની યાદી તૈયાર કરી રહી છે.
વિપક્ષ જાણી જોઈનેઆ મુદ્દો બનાવી રહ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ પણ જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ પ્રતિબંધ નહીં હોય.

ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક છે
વૈશ્વિક મંદી વચ્ચે ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોંઘવારી મોટી સમસ્યા બની રહી છે. યુએસમાં, જ્યાં ફુગાવાના આંકડા ચારદાયકામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે, ત્યાં ન્યુઝીલેન્ડમાં ગ્રાહક ભાવ છેલ્લા ત્રણ દાયકામાં ઉચ્ચતમ સ્તરે છે.
જુલાઈમાં તેના બુલેટિનમાં,ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક છે. છૂટક અને જથ્થાબંધ મોંઘવારીનો ડેટા પણ ગયા સપ્તાહે બહારઆવ્યો છે, જે છેલ્લા ત્રણ મહિનાથી સતત વધી રહ્યો છે.

ટૂંક સમયમાં સંસદની નવી ઇમારત તૈયાર થઈ જશે
આ સિવાય પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ અને અન્ય મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાંમહાવિકાસ અઘાડીની સરકાર પડી ગયા બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે.
વિપક્ષનો આરોપ છે કે, ભાજપે એકનાથ શિંદે સાથે મળીને રાજ્યમાંખોટી રીતે સરકાર બનાવી છે.
માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં સંસદની નવી ઇમારત તૈયાર થઈ જશે, પરંતુ અશોકની લોટનેલઈને જે નવો વિવાદ સામે આવ્યો છે, તે આ સત્રમાં પણ ઉભો થઈ શકે છે.












Click it and Unblock the Notifications
