For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી સ્લો થયુ મોન્સુન, આગામી 5 દિવસ સુધી વરસાદના અણસાર નહિ

છેલ્લા 5-6 દિવસોથી ખૂબ જ ઝડપથી ભાગી રહેલા મોન્સુનની સ્પીડ ફરીથી ધીમી થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા 5-6 દિવસોથી ખૂબ જ ઝડપથી ભાગી રહેલા મોન્સુનની સ્પીડ ફરીથી ધીમી થઈ ગઈ છે જેના કારણે મોન્સુનની ઉત્તરી સીમા આજે પણ વેરાવળ, સુરત, ઈંદોર, મંડલા, પેંડરા, વારાણસી, સુલ્તાનપુર, લખીમપુર ખેરી અને મુક્તેશ્વરમાં બનેલી છે. સ્કાઈમેટ મુજબ આગામી 4-5 દિવસો સુધી મોન્સુન આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ નથી જોવા મળી રહી.

આ પણ વાંચોઃ કૈલાશ વિજયવર્ગીયના વિધાયક પુત્રને 11 દિવસની ન્યાયિક કસ્ટીમાં મોકલાયો, જામીન રદઆ પણ વાંચોઃ કૈલાશ વિજયવર્ગીયના વિધાયક પુત્રને 11 દિવસની ન્યાયિક કસ્ટીમાં મોકલાયો, જામીન રદ

મહારાષ્ટ્રથી કેરળ સુધી એક ટ્રફ બની ગઈ છે

મહારાષ્ટ્રથી કેરળ સુધી એક ટ્રફ બની ગઈ છે

પશ્ચિમી તટે મહારાષ્ટ્રથી કેરળ સુધી એક ટ્રફ બની ગઈ છે જેનાથી દક્ષિણ ભારત પર મોન્સુની હવાઓનો પ્રવાહ ઘટી ગયો છે. બંગાળની ખાડીમાંથી પણ આર્દ્ર હવાઓના પ્રવાહમાં ઘટાડો થયો છે જેના કારણે એક વાર ફરીથી મોન્સુન નબળુ પડતુ દેખાઈ રહ્યુ છે. જો કે પૂર્વોત્તર ભારત પર બંગાળની ખાડીથી આર્દ્ર હવાઓ પહોંચી રહી છે જેના કારણે અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં મૂસળધાર વરસાદ થવાની સંભાવના છે.

દેશમાં ગરમીનો કહેર યથાવત

દેશમાં ગરમીનો કહેર યથાવત

હાલમાં દેશમાં ગરમીનો કહેર યથાવત છે. રાજસ્થાનના જેસલમેરમાં તો તાપમાન 55 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગગરમીનો પ્રકોપ ચાલુ છે. જો કે ભારતીય હવામાન વિભાગે એમપી, યુપી, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આગામી 24 કલાકોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

ઉત્તર પ્રદેશમાં વરસાદની સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં વરસાદની સ્થિતિ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળોની અવરજવરથી હવામાન સામાન્ય છે. અહીં બુધવારે લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે વાદળોની અવરજવર ચાલુ રહેશે. હવામાન વિભાગ મુજબ આગામી 2-3 દિવસમાં જોરદાર વરસાદ થઈ શકે છે.

આજે અહીં થઈ શકે છે વરસાદ

આજે અહીં થઈ શકે છે વરસાદ

વળી, આજે રાજસ્થાનના ડુંગરપુર, બાંસવાડા, સવાઈ માધોપુર, પ્રતાપગઢ, ભીલવાડા, ઉદયપુર, અલવર તેમજ ઝાલાવાડ જિલ્લાઓમાં વરસાદ થવાનું અનુમાન છે. કેરળના સમુદ્રથી ઉપર આવેલુ દક્ષિણ-પશ્ચિમ મોન્સુન હાલમાં પૂરી ગતિ સાથે આગળ વધી રહ્યુ છે અને તેણે દેશના લગભગ અડધાથી વધુ ભાગે કવર કરી લીધુ છે. આ જ કારણે દેશની ઘણી જગ્યાઓએ ભારે વરસાદના સમાચાર છે પરંતુ હજુ પણ દેશના અમુક રાજ્યો એવા છે જે વરસાદ માટે તરસી રહ્યા છે. સ્કાઈમેટના હવામાન વિશેષજ્ઞો અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્લી અને રાજસ્થાન મોન્સુનના વિલંબના કારણે હજુ પણ શુષ્ક અને ગરમ છે. જો કે આગામી 24 કલાકો સુધી હવામાનમાં ફેરફાર થવાની આશા છે.

English summary
Monsoon Slow but thundershowers are expected over parts of UP, MP, Gujarat and Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X