મોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં 1 સપ્તાહનો વિરામ, ઉત્તરપૂર્વમાં ભારે વરસાદ
હાલમાં આવી રહેલો વરસાદ આવતા બે દિવસ સુધી ચાલુ રહેશે પરંતુ ગુરુવારથી તેમાં એક સપ્તાહ જેટલો વિરામ આવશે. જો કે તેનાથી દિલ્હીમાં ચોમાસાની નિર્ધારિત કરેલી તારીખમાં કોઈ ફેરફાર થશે નહિ.
હાલમાં આવી રહેલો વરસાદ આવતા બે દિવસ સુધી ચાલુ રહેશે પરંતુ ગુરુવારથી તેમાં એક સપ્તાહ જેટલો વિરામ આવશે. જો કે તેનાથી દિલ્હીમાં ચોમાસાની નિર્ધારિત કરેલી તારીખમાં કોઈ ફેરફાર થશે નહિ. ભારતીય હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વીય રાજ્યોમાં 'વધુ વરસાદ' માટે 48 કલાકની ચેતવણી જારી કરી છે.

ભારતીય હવામાન વિભાગના સમાચારમાં મંગળવારે આગાહી કરવામાં આવી છે કે મરાઠાવાડાના અમુક વધુ ભાગો, વિદર્ભ, છત્તીસગઢ, ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના મોટાભાગોમાં, ગંગેટીક પશ્ચિમ બંગાળના અમુક ભાગોમાં તેમજ આસામ અને મેઘાલયના બીજા વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધી શકે છે. નોર્ધન લિમિટ ઑફ મોન્સુન (એનએલએમ) થાણે (મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાણા, અમરાવતી, ગોંડિયા, ભવાનીપટના, પુરી, કોલકત્તા, સોહરા અને ઉત્તર લખીમપુરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધી શકે છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઓડિશાના અમુક વધુ ભાગો, ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અમુક ભાગોમાં આવતા 48 કલાકમાં વધુ આગળ વધી શકે છે. ત્યારબાદ આવતા એક સપ્તાહ સુધી વરસાદ વિરામ લેશે.
ભારતીય હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે આ દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ આવતા 48 કલાકમાં યથાવત રહેશે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસામાં વરસાદની વહેંચણી અમુક જગ્યાઓએ 'ભારે વરસાદ' જ્યારે કેરળના દૂરના ભાગોમાં 'અતિ ભારે વરસાદ' તેમજ છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને તટીય કર્ણાટકના દૂરના ભાગોમાં 'ભારેથી અતિ ભારે' અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, વિદર્ભ, દક્ષિણ કોંકણ અને ગોવા, ઉત્તર તટીય કર્ણાટકના દૂરના વિસ્તારોમાં 'ભારે વરસાદ' પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગે પૂર્વીય ઉત્તરપ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, તેલંગાના, રાયલસીમા અને ઉત્તર અંતરિયાળ કર્ણાટકના દૂરના ભાગોમાં વીજળી અને પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે.
તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ છે કે ગોવા, કર્ણાટક, કેરળના કાંઠાના ભાગોમાં દરિયાની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ થવાની સંભાવના છે. ચોમાસાએ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપૂર્વને તો ઘમરોળ્યુ જ છે. ઉપરાંત તે મહારાષ્ટ્રમાંથી ઉત્તર તરફ આગળ વધશે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો











Click it and Unblock the Notifications
