મોન્સુન અપડેટઃ દ.પ ચોમાસુ સક્રિય, આ વીકેન્ડમાં ઉત્તર ભારતને ઘમરોળશે
છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા નબળા ફેઝ બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરીથી મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં સક્રિય બન્યુ છે.
છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા નબળા ફેઝ બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરીથી મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં સક્રિય બન્યુ છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે ચોમાસાની સક્રિયતા ચાલુ રહે તેવી સંભાવના રહેતા 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ભારત અને ઉત્તર ભારતના મેદાન પ્રદેશમાં તાપમાન વધારો નોંધવામાં આવી રહ્યો છે જેમાં આવતા 2 કે ત્રણ દિવસમાં રાહત મળી શકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

મંગળવાર અથવા બુધવારથી ઉત્તર ભારતમાં પ્રી મોન્સુન શાવર વરસી શકે છે. દક્ષિણ મધ્યપ્રદેશમાં ચોમાસાનો પ્રારંભ રવિવારે થઈ ગયો છે જે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે.
ઉત્તર અરબ સાગરના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્યપ્રદેશના અમુક વધુ ભાગો, છત્તીસગઢ, ઓડિશાના બાકીના ભાગો, પશ્ચિમ બંગાળ અન્ ઝારખંડ તેમજ બિહારના કેટલાક ભાગોમાં આવતા 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં જણાવવામાં આવ્યુ છે.

તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ છે કે આવતા 48 કલાકમાં ઓડિશાના બાકીના ભાગો, પશ્ચિમ બંગાળ, ગુજરાત તેમજ મધ્યપ્રદેશના અમુક ભાગો, મહારાષ્ટ્ર અને પૂર્વ ઉત્તરપ્રદેશના બાકીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
29 મે ના રોજ નિયત સમય કરતા ત્રણ દિવસ વહેલા આવીને દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો પ્રારંભ કરી દીધો હતો. તેમછતાં અત્યાર સુધીનો વરસાદ સરેરાશ 10 ટકા ઓછો છે. દેશના ચાર હવામાન વિભાગમાંથી માત્ર દક્ષિણ દ્વિપકલ્પમાં જ 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે. વરસાદનો ઘટાડો પૂર્વ-ઉત્તરપૂર્વ ભારતમાં 29 ટકા તેમજ ઉત્તરપશ્ચિમ ભારતમાં 24 ટકા નોંધાયો છે.

દેશભરના હવામાનના 36 પેટા વિભાગમાંથી 24 પેટા વિભાગમાં ઓછો તેમજ ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. આનો અર્થ એ થાય કે 25 ટકા દેશે સામાન્ય અથવા વધુ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2017 કરતા ભારતમાં આ વર્ષે વધુ સારો વરસાદ થવાની સંભાવના છે. સમગ્ર દેશમા જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 96 થી 104 ટકા વચ્ચે સામાન્ય વરસાદની અપેક્ષા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં 29 મે ના રોજ નિયત સમય કરતા ત્રણ દિવસ વહેલા આવ્યુ હતુ. છેલ્લે એક સપ્તાહ પહેલા તે મંગળવારે દેશના પૂર્વ ભાગમાં આગળ વધ્યુ હતુ. હવામાનના અધિકારીઓએ જણાવ્યુ કે ચોમાસાના સાતત્યમાં 10-12 દિવસનો વિરામ પડવો એ સામાન્ય ઘટના છે.












Click it and Unblock the Notifications
