For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ 8 જૂન બાદ ગોવામાં હળવા અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના

આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે 8 જૂનથી 12 જૂન દરમિયાન મુંબઈમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે તેમ ભારતીય હવાનમાન વિભાગે જણાવ્યુ છે

|
Google Oneindia Gujarati News

આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે 8 જૂનથી 12 જૂન દરમિયાન મુંબઈમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે તેમ ભારતીય હવાનમાન વિભાગે જણાવ્યુ છે. દક્ષિણ પશ્ચિમ વરસાદ કર્ણાટકના બાકીના ભાગો અને રાયલસીમા, કોંકણના અમુક ભાગો, ગોવા અને તેલંગાના, આંધ્રપ્રદેશના કાંઠાના ભાગો અને બંગાળની ખાડીનો મધ્ય ભાગમાં આવતા 48 કલાકમાં ચોમાસુ આગળ વધશે તેમ (6 જૂન) બુધવારના હવામાન સમાચારમાં જણાવવામાં આવ્યુ છે.

rain

હવામાન વિભાગના સમાચારમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, "અરબ સાગર, મહારાષ્ટ્રના બાકીના ભાગો, ગુજરાતના અમુક ભાગો, મધ્યપ્રદેશ, છત્તીસગઢના દક્ષિણ ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર ભારતના પબાકીના ભાગો અને બંગાળની ખાડીના મોટાભાગમાં 9 જૂનથી 11 જૂન સુધીમાં ચોમાસુ આવવાની સ્થિતિ સર્જાઈ રહી છે."

monsoon

મહારાષ્ટ્ર, તેલંગાના, આંધ્રપ્રદેશના કાંઠાના ફભાગોમાં આગામી 48 કલાકમાં દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગળ વધે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે તેમ પણ આ સમાચારમાં ઉમેરવામાં આવ્યુ હતુ. મુંબઈની વાત કરીએ તો શહેરમાં 9 થી 11 જૂન દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. મુંબઈના સ્થાનિક હવામાન વિભાગો મુંબઈ અને થાનેમાં એક ચેતવણી પણ જારી કરી છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન લોકોને બહાર ન નીકળવાની અને હવામાન અપડેટ જોતા રહેવાની સલાહ આપવામા આવી છે.

monsoon

દક્ષિણ કોંકણ, કગોવા, તેલંગાનાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં હવે ચોમાસુ આગળ વધશે જેના કારણે આગામી 48 કલાકમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, કેરળ, ગોવા અને લક્ષદ્વીપના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ આ ઉપરાંત અંદમાન, નિકોબાર, મધ્ય મહારાષ્ટ્ર, કેરલ આસામ અને મેઘાલયમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે.

English summary
monsoon updates heavy downpour expectged mumbai aftger june 8 moderate rains expected goa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X