For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ અમુક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે સોમવારે દેશના અમુક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગે સોમવારે દેશના અમુક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગની ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે, "પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, યુપી, ઉતરાખંડ, એમપી, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ અને ગોવા, કેન્દ્રીય મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાના, અંતરિયાળ કર્ણાટક અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં જોરદાર પવનો અને વિજળીના કડાકા સાથે વાવાઝોડુ આવી શકે છે."

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી

તેમાં ઉમેર્યુ છે કે, "અંદમાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાના, રાયલસીમા, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને કેરળમાં ભારે વરસાદ પડી શકે છે." હવામાન વિભાગે અગાઉ જણાવ્યુ હતુ કે ઉત્તર અને મધ્ય ભારતમાં ભયંકર ગરમ હવામાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગરમ હવામાનની સ્થિતિ પ્રવર્તી રહી છે.

વરસાદની વહેંચણી અંગે હવામાન વિભાગની આગાહી

વરસાદની વહેંચણી અંગે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા જારી કરેલ સેટેલાઈટ ઈમેજ ભારતના વિવિધ ભાગો, અરબ સાગર, બંગાળની ખાડી અને ભારતીય સમુદ્ર પર વાદળોની સ્થિતિ દર્શાવે છે.

આ ચોમાસામાં વરસાદની વહેંચણી અંગે હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ભારતમાં ‘સામાન્ય' વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણમાં કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ‘સામાન્યથી ઓછો' વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં આ સમયગાળામાં ‘સૌથી ઓછો' વરસાદ પડવાની વકી છે.

હવામાનની સ્થિતિ

હવામાનની સ્થિતિ

હવામાન વિભાગની સેટેલાઈટ ઈમેજ જે પેટા-ખંડ, હિંદ મહાસાગર ઓસ્ટ્રેલિયા સુધીની હવામાનની સ્થિતિ દર્શાવે છે.

દેશભરમાં માસિક વરસાદ જુલાઈ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 101 ટકા અને ઓગસ્ટ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 94 ટકા થવાની સંભાવના છે - બંનેમાં 9 ટકા વધતી ઓછી આદર્શ ભૂલ સાથે.

લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% - 96% વચ્ચેનો કોઈપણ વરસાદ ‘સામાન્યથી ઓછો' ગણાય જ્યારે લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 96% - 104% વચ્ચેનો કોઈપણ વરસાદ ‘સામાન્ય' ગણાય. વળી, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% થી ઓછો થાય તો તે વરસાદ ‘ખામીયુક્ત' ગણાય અને જો વરસાદ લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 104%-110% હોય તો તે ‘સામાન્યથી વધુ' ગણાય. લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 110% થી વધુ વરસાદ ‘વધારે વરસાદ' ગણાય છે.

English summary
Monsoon updates: IMD issues warning of heavy rain, thunderstorms in several states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X