મોન્સુન અપડેટઃ 27 જૂન બાદ ઉ.પ. ભારતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ લગભગ આખા દક્ષિણ ભારતને કવર કરી લીધુ છે અને હવે તે ઉત્તર તરફ વળ્યુ છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ લગભગ આખા દક્ષિણ ભારતને કવર કરી લીધુ છે અને હવે તે ઉત્તર તરફ વળ્યુ છે. ચોમાસુ વહેલામાં વહેલી તકે મધ્ય ભારતમાં આવશે. મહારાષ્ટ્રના અમુક ભાગો, છત્તીસગઢ અને ઓડિશામાં વરસાદ પડવા માટેની અનુકૂળ સ્થિતિ બની છે.

હવામાન વિભાગના લેટેસ્ટ હવામાન સમાચાર (23 જૂન - 7.30) માં જણાવવામાં આવ્યુ છે કે આસામના બાકીના ભાગો, મહારાષ્ટ્રના બીજા વધુ ભાગો, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં આવતા 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવવા માટે અનુકૂળ પરિસ્થિતિ બની છે. તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ છે કે 27 જૂનથી ઉત્તરપશ્ચિમ ભારતમાં પ્રી-મોન્સુન વાવાઝોડાની માટે પણ પરિસ્થિતિ અનુકુળ બની છે.

હવામાન વિભાગના સમાચારમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીરના દૂરના ભાગો, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આસામ અને મેઘાલય, તેલંગાના અને તમિલનાડુ અને પુડુચેરીમાં 11.30 થી 17.30 IST આજે (22 જૂન) દરમિયાન વાવાઝોડુ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈ અને કર્ણાટકમાં વરસાદ પડ્યા બાદ 10 દિવસ પહેલા હવામાન સિસ્ટમે વરાળ ગુમાવી દેતા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પ્રથમ ત્રણ સપ્તાહનો દેશભરનો વરસાદ સામાન્યથી 9% ઓછો નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગના આંકડામાં દર્શાવ્યા મુજબ 1 જૂનથી દક્ષિણ પેનિન્સુલાને બાદ કરતા દેશભરમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો છે. દેશભરમાં વરસાદ સામાન્યથી 39% ઓછો પડી રહ્યો છે તેમછતાં છેલ્લા એક સપ્તાહથી હવામાન એકદમ સૂકુ થઈ ગયુ છે. અત્યારે જ્યાં વરસાદ પડી જવો જોઈએ તેવા મધ્ય ભારતમાં 70% થી વધુનો ઘટાડો છે.
કેરળમાં 29 મે ના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવી ગયુ હતુ જે તેના નિયત સમય કરતા 3 દિવસ વહેલુ હતુ. તે છેલ્લે ગયા સપ્તાહમાં મંગળવારે દેશના પૂર્વ ભાગમાં આગળ વધ્યુ હતુ. હવામાન અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસાના સાતત્યમાં 10-12 દિવસનો વિરામ પડવો એ સામાન્ય ઘટના છે.












Click it and Unblock the Notifications
