For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ ગુજરાત દરિયાકાંઠે હવામાન 'રફ' થઈ શકે, માછીમારોને ચેતવણી

વરસાદે તેના નિયત સમય પ્રમાણે સમગ્ર દેશને આવરી લીધુ છે તે સાથે ગુજરાતના દરિયાકાંઠે આગામી ચાર દિવસમાં હવામાન વધુ ખરાબ થવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

વરસાદે તેના નિયત સમય પ્રમાણે સમગ્ર દેશને આવરી લીધુ છે તે સાથે ગુજરાતના દરિયાકાંઠે આગામી ચાર દિવસમાં હવામાન વધુ ખરાબ થવાની સંભાવના છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાના અને આંધ્રપ્રદેશમાં 6 જુલાઈ બાદ વરસાદમા વધારો થશે. 6 જુલાઈ અને 8 જુલાઈ વચ્ચે મધ્ય ભારતમાં પણ વરસાદ વધી શકે છે.

rain

અનુપગઢ, નરનૌલ, અલીગઢ, બેહરાઈક અને પૂર્વીય ભાગોમાંથી પસાર થઈ રહેલ ચોમાસાની ધરીનો પશ્ચિમ ભાગ હિમાલયની તળેટી નજીક રહેવાનું ચાલુ રહેશે. હવામાન પરિસ્થિતિના અનુમાન મુજબ 6 જુલાઈના રોજ ઉત્તર પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ નજીકના દરિયાકિનારે સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના છે. આ ઉપરાંત 7 જુલાઈથી ચોમાસાનો પૂર્વ ભાગ હવે દક્ષિણ તરફ આગળ વધવાની સ્થિતિ સામાન્ય બનતી જાય છે તેમ હવામાન વિભાગના તાજેતરના સમાચારમાં જણાવવામાં આવ્યુ હતુ.

rain

દરિયાની સ્થિતિ પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર આગામી ચાર દિવસ દરમિયાન અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર આવતા બે દિવસ દરમિયાન ખૂબ જ ભયંકર રહેવાની સંભાવના છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં પ્રવેશ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ હતુ.

rain

હવામાન ખાતાએ આ અઠવાડિયાની આગાહીમાં જણાવ્યુ હતુ કે દેશમાં વરસાદ વધુ સક્રિય થઈ શકે છે અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે શહેરમાં ભારે વરસાદને કારણે મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ હતુ.

ભારતીય હવામાન ખાતાએ પછીથી આગામી બે દિવસ માટે તે જ પ્રકારના હવામાનની આગાહી કરી હતી. ભારતીય હવામાન ખાતાએ ગયા સપ્તાહે જણાવ્યુ હતુ કે ચોમાસાની શરૂઆતથી 17 દિવસ પહેલા સમગ્ર દેશને આવરી લેવાયો હતો. ચોમાસુ સામાન્ય રીતે 1 જૂનથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે. આ વર્ષે ચોમાસુ 29 મે ના રોજ કેરળમા શરૂ થયુ હતુ જે 1 જૂનની સામાન્ય શરૂઆતથી ત્રણ દિવસ વહેલુ હતુ. જે વરસાદ જૂનના પ્રથમ અર્ધ ભાગમાં પશ્ચિમ કિનારે પડ્યો હતો.

English summary
monsoon updates rough weather conditions likely over coastal gujarat fishermen warned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X