For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 જૂને કેરળ પહોંચશે ચોમાસું, સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન

4 જૂને કેરળ પહોંચશે ચોમાસું, સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આ વર્ષે ચોમાસું ચાર જૂને દસ્તક આપી શકે છે. જ્યારે ભારતમાં આ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ થવાનું અનુમાન છે. પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે મંગળવારે ચોમાસાંને લઈ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. એજન્સી મુજબ ચોમાસું સામાન્ય સમય પર ભારતમાં દસ્તક આપશે, 4 જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. એજન્સી મુજબ 2019માં દેશમાં ચોમાસું સામાન્યથી ઓછું રહેશે.

monsoon

ભારતમાં સૌથી પહેલા 22મી મેના રોજ અંદામાન અને નિકોબાર દ્વીપ પર ચોમાસું આવવાની સંભાવના છે. સામાન્ય રીતે અહીં ચોમાસું 20 મે સુધીમાં દસ્તક આપે છે. જ્યારે, કેરળમાં મોનસૂન 4 જૂનના રોજ દસ્તક આપી શકે છે. આ દરમિયાન પૂ્વોત્તર ભારતમાં ચોમાસું પહોંચશે. કેરળમાં પ્રી-મોનસુન વરસાદ સારો થવાના અનુમાન છે.

સ્કાઈમેટ મુજબ 2019માં ચોમાસાનું તમામ ચારેય ક્ષેત્રોમાં કમજોર પ્રદર્શન જોવા મળશે. પૂર્વી, પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઓછો વરસાદ થશે, જ્યારે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચિંતા ઓછી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ચોમાસું સામાન્યના 92 ટકા, મધ્ય ભારતમાં સામાન્યના 91 ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્યના 96 ટકા રહી શકે છે.

આ પણ વાંચો- જૂનાગઢઃ પત્રકારો પર થયેલ લાઠીચાર્જ બાદ 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

English summary
monsoon will hit kerala on 4th june, this time monsoon will be normal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X