Monsoon Withdrawal : વિદાય વેળાએ ચોમાસુ જામ્યુ, જાણો આગામી 2 દિવસ કેવો વરસાદ રહેશે?
Monsoon : સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય છે. જો કે આ વખતે વરસાદ લાંબો ખેંચાયો છે અને વિવાદ વેળાએ ચોમાસુ જામ્યુ છે.
હાલની સ્થિતીએ ચોમાસાની પાછા ફરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે.

આ વિદાય પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સાથે સાથે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દિલ્હીમાં મંગળવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ત્રણ દિવસ બાદ ઉઘાડ થઈ જશે. આવતા અઠવાડિયે દિલ્હીમાં વરસાદની કોઈ ખાસ સંભાવના નથી, ચોમાસું વિદાય લઈ શકે છે.
ગુજરાતની વાત કરીએ તો કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી બે દિવસમાં સમાન વરસાદની પેટર્ન જોવા મળશે. ત્યારપછી આગામી પાંચ દિવસમાં છુટો-છવાયો વરસાદ પડશે. 2 ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
