મૂડ ઑફ ધ નેશન સર્વેઃ નરેન્દ્ર મોદી ફરીથી બન્યા દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી, બીજા નંબરે વાજપેયી
જાણો આજતક-કર્વી ઈનસાઈટ્સ તરફથી કરાવવામાં આવેલ મૂડ ઑફ ધ નેશન સર્વેના પરિણામ.
કોરોના સંકટ હોય કે પછી ચીન સાથે સીમા વિવાદ, પ્રધાનમંત્રી મોદી પર વિપક્ષ સતત હુમલાવર છે પરંતુ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. આજતક-કર્વી ઈનસાઈટ્સ તરફથી કરાવવામાં આવેલ મૂડ ઑફ ધ નેશન સર્વે અનુસાર નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી ચૂંટવામાં આવ્યા છે. હાલમાં જ કરાયેલ મૂડ ઑફ ધ નેશન(MOTN)સર્વેમાં 66 ટકા લોકોનુ માનવુ છે કે નરેન્દ્ર મોદી જ ભારતના આગલા પ્રધાનમંત્રી હોવા જોઈએ.

નરેન્દ્ર મોદી ભારતના અત્યાર સુધીના સૌથી સારા પ્રધાનમંત્રી
મૂડ ઑફ ધ નેશન સર્વેક્ષણમાં 44 ટકા ઉત્તરદાતાઓએ કહ્યુ કે નરેન્દ્ર મોદી ભારતના અત્યાર સુધીના સૌથી સારા પ્રધાનમંત્રી રહ્યા છે. બીજા સ્થાને અટલ બિહારી વાજપેયીએ 14 ટકા મતો મેળવ્યા છે જ્યારે ઈન્દિરા ગાંધીએ 12 ટક મતો સાથે ત્રીજુ સ્થાન મેળવ્યુ છે. વળી, જવાહરલાલ નહેરુ અને મનમોહન સિહને 7 ટકા મત મળ્યા અને લાલ બહાદૂર શાસ્ત્રીને 5 ટકા લોકોનુ સમર્થન મળ્યુ.

નરેન્દ્ર મોદી 34 ટકા મતો સાથે દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી
મૂડ ઑફ ધ નેશન સર્વેમા પહેલા રેંકની લડાઈમાં મુખ્ય રીતે પ્રધાનમંત્રી મોદી અને ઈન્દિરા ગાંધી વચ્ચે હતી. જો કે આ વખતે અટલ બિહારી વાજપેયીને બીજુ સ્થાન મળ્યુ. નરેન્દ્ર મોદીને અત્યાર સુધી 10માંથી 7 રાઉન્ડમાં સર્વશ્રેષ્ઠ પીએમ માનવામાં આવ્યા છે. જાન્યુઆરી 2020ના મૂડ ઑફ ધ નેશન સર્વેમાં નરેન્દ્ર મોદી 34 ટકા મતો સાથે દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી તરીકે ઉભર્યા હતા. સર્વેક્ષણમાં ઈન્દિરા ગાંધીએ મોદીને 16 ટકા મતોથી પાછળ કર્યા ત્યારબાદ એબી વાજપેયીને 13 ટકા, જવાહરલાલ નહેરુને 8 ટકા અને પછી રાજીવ ગાંધીને 5 ટકા મતો સાથે ચૂંટવામાં આવ્યા.

2019માં રાહુલ ગાંધીને સૌથી વધુ 52 ટકા મત મળ્યા હતા
જાન્યુઆરીમાં 2019માં પ્રધાનમંત્રી પદના દાવેદાર માટે કરવામાં આવેલા સર્વેમાં રાહુલ ગાંધીને સૌથી વધુ 52 ટકા મત મળ્યા હતા. આજતક માટે મૂડ ઑફ ધ નેશન સર્વે દિલ્લી સ્થિત માર્કેટ રિસર્ચ એજન્સી કર્વી ઈનસાઈટ્સ લિમિટેડે કર્યો જેમાં 12,021 લોકો સાથે વાત કરવામાં આવી. આ 12.021 લોકોમાંથી 67 ટકા લોકો ગ્રામીણ જ્યારે બાકીના 33 ટકા શહેરી લોકો હતો. સર્વેમાં 19 રાજ્યોની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભા સીટો માટે લોકોને શામેલ કરવામાં આવ્યા.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
