For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં ‘દાગી અને બહાર'ના સાથે દોસ્તી કોંગ્રેસને કયાંક ભારે ન પડી જાય

સમાચાર આવી રહ્યા છે કે દાગી અને બહારના લોકોને કોંગ્રેસની યાદીમાં જગ્યા મળી છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. એટલા માટે રાજ્યમાં બંને પક્ષો માટે આ વખતે 'કરો યા મરો'ની સ્થિતિ છે. હાલમાં બંનેમાંથી કોઈ પણ પક્ષે ઉમેદવારોના નામ પર મહોર નથી લગાવી. પરંતુ ટિકિટ માટે બધા નેતા હાઈ કમાન્ડના સંપર્કમાં છે. કોંગ્રેસમાં ટિકિટો પર અંતિમ મહોર પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી લગાવશે. સમાચાર આવી રહ્યા છે કે દાગી અને બહારના લોકોને કોંગ્રેસની યાદીમાં જગ્યા મળી છે. કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી સાથે કોઈ ગઠબંધન નથી કર્યુ પરંતુ બસપાની ટિકિટ પર ગઈ ચૂંટણી લડનાર ઉમેદવારને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવશેય પાર્ટી એવા લોકોને પણ ટિકિટ આપવા જઈ રહી છે જ્યાં હાર-જીતનું અંતર 25 હજાર મતોથી પણ વધુનું હતુ. કોંગ્રેસનો આ નિર્ણય નીચલા સ્તરના નેતૃત્વમાં રોષ પેદા કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ ઉજ્જૈનઃ રાહુલ ગાંધીએ શિવરાજ સરકાર પર સાધ્યું નિશાન, બોલ્યા- ભાજપનો ધર્મ ભ્રષ્ટાચાર છેઆ પણ વાંચોઃ ઉજ્જૈનઃ રાહુલ ગાંધીએ શિવરાજ સરકાર પર સાધ્યું નિશાન, બોલ્યા- ભાજપનો ધર્મ ભ્રષ્ટાચાર છે

માફિયા અને દાગી મંજૂર નથી

માફિયા અને દાગી મંજૂર નથી

રીવા અને બુંદેલખંડમાં માફિયા અને દાગી નેતાઓને ટિકિટ વિતરણમાં મહત્વ અપાયાના સમાચારથી સ્થાનિક નેતા નારાજ છે. પન્ના ક્ષેત્રમાં તો કંકાશ એટલો વધી ગયો છે કે અહીં સ્થાનિક નેતાઓએ મોટાપાયે રાજીનામા સુધીના વાત કહી છે. સ્થાનિક નેતાઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે પાર્ટી ગુનાહિત રેકોર્ડ અને ખનન માફિયા સાથે જશે તો પાર્ટીની વિરોધમાં અભિયાન ચલાવશે. કાર્યકર્તાઓનું કહેવુ છે કે ગેરકાયદેસર ખનન મુદ્દે સમજૂતી કરવામાં નહિ આવે.

બસપાના લોકોને મહત્વ

બસપાના લોકોને મહત્વ

સ્થાનિક નેતા અનુસૂચિત જાતિ સેલના ઉપાધ્યક્ષ બૃજલાલ ખબરી પર બસપાના લોકોને વધુ મહત્વ આપવાનો આરોપ લગાવી રહ્યા છે. ખબરી ખુદ બસપામાંથી કોંગ્રેસમાં આવ્યા હતા. ચરણ સિંહ યાદવ અને બ્રજેન્દ્ર કુમાર વ્યાસ જેવા લોકો કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદીમાં છે. આ ઉપરાંત અભય મિશ્રા, પુષ્પરાજ સિંહ, બબીતા સાકેત. અચ્છેલાલ સાકેચ, રેણૂ શાહ અને જી એલ પટેલ જેવા અન્ય રાજકીય દળોમાંથી પાર્ટીમાં આવતા લોકો અંગે પણ રીવા-સતના ક્ષેત્રના કોંગ્રેસ નેતા નારાજ છે.

ભારે પડશે નારાજગી

ભારે પડશે નારાજગી

પુષ્પરાજ સિંહે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર છેલ્લી ચૂંટણી લડી હતી અને મોટા અંતરથી હારી ગયા હતા. હાલમાં જ કોંગ્રેસના બધા મોટા નેતાઓએ તેમને કોંગ્રેસમાં શામેલ કરાવ્યા અને હવે સમાચાર છે કે તેમને સિમરિયાથી ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવુ છે કે આ અંગે ઓબીસીના એક મોટા કોંગ્રેસ નેતાએ રાજ્યના પ્રભારી મહાસચિવ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં આ વખતે કોશિશમાં છે કે તે કોઈ પણ રીતે સત્તામાં પાછી આવે પરંતુ જો કોંગ્રેસે પોતાના ભૂમિગત કાર્યકર્તાઓને નારાજ કરી દીધા તો તેમનું સત્તાનું સપનુ આ વખતે પણ ચકનાચૂર થઈ જશે.

આ પણ વાંચોઃ જયારે મુસ્લિમો ભેગા થઈને કોંગ્રેસને વોટ આપે છે તો હિંદુઓ ભાજપને વોટ આપેઆ પણ વાંચોઃ જયારે મુસ્લિમો ભેગા થઈને કોંગ્રેસને વોટ આપે છે તો હિંદુઓ ભાજપને વોટ આપે

English summary
More outsiders making it to the list of Congress causing resentment in Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X