સીટ બેલ્ટ નાં લગાવવાથી 2022માં થયા 16 હજારથી વધુ લોકોના મોત
વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો થાય છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે સરેરાશ 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે.
વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો થાય છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે સરેરાશ 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રોડ અકસ્માતો માટે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જવાબદાર છે.

લોકો ડ્રાઇવિંગ કરતી વખતે ઘણા પ્રકારના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે જેમાં સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગનો સમાવેશ થાય છે. ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું કારણ કે તેઓ સીટ બેલ્ટ બાંધ્યા વિના ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. આવા અકસ્માતોમાં મંત્રાલયે કેટલાક ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.
માર્ગ અને પરિવહન મંત્રાલયે માર્ગ અકસ્માતો સાથે સંબંધિત એક રિપોર્ટમાં જણાવ્યું છે કે 2022માં થયેલા તમામ માર્ગ અકસ્માતોમાં સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન ચલાવવાના કેસની સંખ્યા સૌથી વધુ છે. માત્ર એક વર્ષમાં, 16,397 લોકો કે જેઓ સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા હતા તેઓ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેમાંથી 8,438 ડ્રાઇવર અને 7,959 મુસાફરો હતા.
એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કારમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો સીટ બેલ્ટનો ઉપયોગ કરતા નથી. આવી સ્થિતિમાં, તેઓને અકસ્માત સમયે ભારે નુકસાન થવાની સંભાવના છે. મુસાફરોની સુરક્ષા માટે કારમાં સીટ બેલ્ટ આપવામાં આવ્યા છે. તેઓ અકસ્માત સમયે મુસાફરને સીટમાંથી ખસવા દેતા નથી, જેનાથી તે આગળની સીટ સાથે અથડાવાની શક્યતાઓ ઘટાડે છે.
જો સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવામાં આવે તો કેટલીક કારમાં એરબેગ્સ પણ ખુલતી નથી જેના કારણે વધુ નુકસાન થાય છે. સાયરસ મિસ્ત્રીના મૃત્યુની તપાસમાં જાણવા મળ્યું કે તેઓ સીટ બેલ્ટ વગર પાછળની સીટ પર બેઠા હતા, જેના કારણે અકસ્માત સમયે જોરદાર આંચકો લાગવાથી તેમનું મૃત્યુ થયું હતું. કેટલાક અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે જો સીટ બેલ્ટ વગર એરબેગ ગોઠવવામાં આવે છે, તો તે ગંભીર ઈજા અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.












Click it and Unblock the Notifications
