For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસમાં 163 વાર ભૂકંપ આવ્યો, ભારત સહિત દુનિયાભરના 12થી વધુ દેશોમાં ભૂકંપના ઝાટકા

એક દિવસમાં 163 વાર ભૂકંપ આવ્યો, ભારત સહિત દુનિયાભરના 12થી વધુ દેશોમાં ભૂકંપના ઝાટકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા થોડા સમયથી વારંવાર ભૂકંપ આવી રહ્યો છે. પાછલા 2 દિવસમાં ગુજરાતમાં ત્રણથી વધુ વાર ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા. ભારત જ નહિ દુનિયાના કેટલાય દેશોમાં ભૂકંપના તેજ ઝાટકામહેસૂસ થઇ રહ્યા છે. VolcanoDiscovery મુજબ પાછલા 24 કલાકમાં દુનિયાભરના વિવિધ દેશોમાં 163થી વધુ વખત ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. અમેરિકા, જાપાન, ઇન્ડોનેશિયા, ચિલી, તુર્કી સહિત 12થી વધુ દેશોમાં પાછલા 24 કલાકમાં ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા છે.

24 કલાકમાં 163 વાર ધરા ધ્રૂજી

24 કલાકમાં 163 વાર ધરા ધ્રૂજી

ભૂકંપના ઝાટકા માત્ર ભારતના લોકોને જ નથી ડરાવી રહ્યા બલકે દુનિયાભરના દેશોમાં ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થઇ રહ્યા છે. VolcanoDiscoveryએ પતાના રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી છે. પોતાના રિપોર્ટમાં વોલકૈનો ડિસકવરીએ લખ્યું કે 15 જૂને દુનિયાભરના દેશોમાં ભૂકંપના ઝાટકા આવ્યા છે. જેમાં રક્ટર સ્કેલ પર 2 તીવ્રતા સાથે ભૂકંપના 300 ઝાટકા આવ્યા છે જ્યારે રિક્ટર સ્કેલ પર 3 તીવ્રતાના 120થી ઝાટકા મહેસૂસ થયા છે. જ્યારે 4 અથવા તેનાી વધુ રિક્ટર સ્કેલ પર 39 ઝાટકા મહેસૂસ થયા છે અને 5થી વધુ તીવ્રતા વાળા 8 ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે.

સૌથી વધુ 3 તીવ્રતાવાળા ભૂકંપના ઝાટકા

સૌથી વધુ 3 તીવ્રતાવાળા ભૂકંપના ઝાટકા

રિપોર્ટ મુજબ પાછલા 24 કલાકમાં કેટલીયવાર ધરા ધ્રૂજી છે. રેકોર્ડ થયેલા આંકડાઓ મુજબ 163 વાર ધરતી કંપી હોવાનું મહેસૂસ થયું છે, જેમાં સૌથી વધુ વખત રિક્ટર સ્કેલ પર 3 તીવ્રતાના ભૂકંપના ઝાટકા નોંધાયા છે. કેટલાય દેશોમાં 4 તીવ્રતાના ભૂકંપના ઝાટકા પણ મહેસૂસ કરાયા છે, પરંતુ કોઇ જાનમાલના નુકસાનને હોની થયાની કોઇ સૂચના મળી નથી. ગતરોજ ગુજરાતમાં 2 ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા, જ્યારે રવિવારે રાતે પણ ધરતી કાંપી રહી હતી.

આ દેશોમાં ભૂકંપના સૌથી વધુ ઝાટકા

આ દેશોમાં ભૂકંપના સૌથી વધુ ઝાટકા

રિપોર્ટ મુજબ કંપનના કારણે વારંવાર ધરતી હલી રહી છે. સૌથી વધુ ભૂકંપના ઝાટકા 14 દેશમાં મહેસૂસ થયા, જેમા ભારત ઉપરાંત જાપાન, અમેરિકા, સોલોમન આઇલેન્ડ્સ, ઇન્ડોનેશિયા, ચિલી, બોલિવિયા, અર્જેન્ટીનાની સાથેસાથે તુર્કી, ફિલિપીંસ, પેરુ, ટોંગા, રશિયા, ઈરાનમાં પણ ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. તુર્કીમાં સૌથી વધુ 5.9ની તિવ્રતાના ઝાટકા મહેસૂસ થયા છે. જ્યારે ગુજરાતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. આ દેશોમાંથી ભારત, તુર્કી, જાપાન, મૉરિશિયસ, ઈરાન, રશિયા, સોલોમન આઇલેન્ડ્સ અને ઇન્ડોનેશિયામાં 24 કલાકમાં 5થી વધુ તીવ્રતાના ઝાટકા મહેસૂસ થયા છે. જાણકારો મુજબ ધરતી નીચે ટેક્ટોનિક પ્લેટ વચ્ચે ટકરાવ અને દૂરી વધતી જઇ રહી છે, જેના કારણે ભૂકંપ આવે છે.

આ પણ વાંચો- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વાર ભૂકંપના ઝટકા, તીવ્રતા 4.1 માપવામાં આવીઆ પણ વાંચો- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વાર ભૂકંપના ઝટકા, તીવ્રતા 4.1 માપવામાં આવી

English summary
more than 163 earthquakes reported worldwide in a day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X