Mumbai Rain: ભારે વરસાદને કારણે પાણી પાણી થઈ મુંબઈ, બે દિવસનું રેડ અલર્ટ

Mumbai Rain: ભારે વરસાદને કારણે પાણી પાણી થઈ મુંબઈ, બે દિવસનું રેડ અલર્ટ

મુંબઈમાં ગત રાતથી સતત તેજ વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. હવામાન વિભાગે 4 અને 5 ઓગસ્ટ માટે રેડ અલર્ટ જાહેર કરેલું છે, જેને જોતાં બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની સાથે ફાયર બ્રિગેડ અને NDRFને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

મુંબઈમાં ધોધમાર વરસાદ

મુંબઈમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગે મંગળવારે વહેલી સવારે 3 વાગ્યે જણાવ્યું કે પાછલા ત્રણ કલાકમાં મુંબઈ અને આજુબાજુના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે હજી પણ તેજ વરસાદનું અનુમાન છે, એવામાં મુંબઈને રેડ અલર્ટ પર રાખવામાં આવ્યું છે. IMD એ જણાવ્યું કે વહેલી સવારે બે કલાક સુધી ગાજ વીજ સાથે વરસાદ થયો.

પાણી ભરાઈ ગયાં

પાછલા કેટલાક કલાકોમાં ગોરેગાંવ, કિંગ સર્કલ, હિંદમાતા, દાદર, શિવાજી ચોક, શેલ કોલોની, કુર્લા એસટી ડિપો, બાંદ્રા ટૉકીજ અને સાયન રોડ 24 પર પાણી ભરાઈ ગયા. હવામાન વિભાગે સમુદ્રમાં 4.45 મીટર ઉંચી લહેરો ઉઠવાનું અનુમાન જતાવતા બીએમસીએ લોકોને બીચ પર અથવા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા સલાહ આપી છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે. અહીં 4, 5 અને 6 ઓગસ્ટ સુધી 45-55 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

140.5 mm વરસાદ ખાબક્યો

મુંબઈ ઉપરાંત હવામાન વિભાગે ઠાણે, પુણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લા માટે પણ રેડ અલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં સોમવારની સવારે આઠ વાગ્યેથી મંગળવારની સવારે 3 વાગ્યા સુધી 140.5 mm સુધી વરસાદ થયો. પૂર્વી અને પશ્ચિમી ઉપનગરીય વિસ્તારોમાં ક્રમશઃ 84.77 mm અને 79.27 mm વરસાદ થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X