For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કેર યથાવત, દેશમાં ગત 24 કલાકમાં 4 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા

કોરોનાનો કેર યથાવત, દેશમાં ગત 24 કલાકમાં 4 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા

|
Google Oneindia Gujarati News

તમામ કોશિશો છતાં દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ મુજબ દેશમાં ગત 24 કલાકમાં દેશમાં 4,03,738 નવા કેસ સામે આવ્યા છે અને 4092 લોકોના મોત થયાં છે, જે બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,22,96,414 થઈ ગઈ છે અને કુલ મોતનો આંકડો 2,42,362 પર પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાનો કહેર

દેશમાં કોરોનાનો કહેર

દેશમાં એક્ટિવ કેસ 37,36,648 છે, જ્યારે 1,83,17,404 લોકો હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે દશમાં અત્યાર સુધી 16 કરોડ 94 લાખ 39 હજાર 663 લોકોને કોરોનાવાયરસ વેક્સીન આપી દેવાઈ છે. માત્ર 24 કલાકમાં 20,23,532 લોકોને વેક્સીન લાગી છે. જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી કોરોના માટે કુલ 30 કરોડ 22 લાખ 75 હજાર 471 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 18 લાખ 65 હજાર 428 સેમ્પલ કાલે ટેસ્ટ થયાં છે.

કોવિડ રિકવરી રેટ ગગળીને 81.90 ટકા થઈ ગયો

કોવિડ રિકવરી રેટ ગગળીને 81.90 ટકા થઈ ગયો

જણાવી દઈએ કે દેશમાં કોરોનાની સેકંડ વેવ સતત ભાયનક થતી જઈ રહી છે. સતત 4 દિવસથી દરરોજ 4 લાખથી વધુ મામલા આવી રહ્યા છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દિલ્હી, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને બિહાર છે. જો કે દેશમાં કોવિડ રિકવરી દર 81.90 ટકા થઈ ગયો છે, જ્યારે કોરોનાથી મૃત્યુ દર 1.09 ટકા છે.

સંક્રમણના અડધા મામલા માત્ર ભારતથીઃ WHO

સંક્રમણના અડધા મામલા માત્ર ભારતથીઃ WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે પાછલા એક અઠવાડિયામાં દુનિયાભરમાં સામે આવેલા કોરોના વાયરસ સંક્રમણના અડધા મામલા એકલા ભારતમાંથી સામે આવ્યા છે.

જર્મનીથી દિલ્હી પહોંચ્યો 'સંજીવનીનો પર્વત', એક દિવસમાં 4 લાખ લીટર ઑક્સીજન તૈયાર થશેજર્મનીથી દિલ્હી પહોંચ્યો 'સંજીવનીનો પર્વત', એક દિવસમાં 4 લાખ લીટર ઑક્સીજન તૈયાર થશે

ડબલ્યૂએચઓએ પણ કહ્યું કે વિશ્વમાં થયેલ કોરોનાથી મોતમાં 25 ટકા મોત એકલા ભારતથી છે.

English summary
More than 4 lakh new cases have been registered in India in the last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X