કાનપુરમાં મા-દીકરીને જીવતી સળગાવી, આરોપીઓની ધરપકડ બાદ જ થશે અંતિમ સંસ્કાર
કાનપુર દેહાતના મદૌલી ગામમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન માતા-પુત્રીને જીવતી સળગાવી દેવાના મામલામાં ઘટનાના લગભગ 18 કલાક બાદ પણ મૃતદેહ હજૂ સુધી ઉપાડવામાં આવ્યો નથી, પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં અતિક્રમણ હટાવતા સમયે મા-દીકરીનું જીવતા સળગી જવાને કારણે મોત થતું હતું. આ મામલે પોલીસે એફઆઇઆર નોંધી લીધી છે. એફઆઇઆરમાં એસડીએમ, લેખપાલ, સ્ટેશન ઓફિસર, જેસીબીના ડ્રાઇવર સહિત 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ જેવી કલમો લગાવવામાં આવી છે.

આ ઘટના કાનપુર દેહાતનો છે, જ્યાં પ્રશાસન મંદિર તોડવા પહોંચી ગયું હતું. પીડિત પરિવારનો આરોપ છે કે, આ દરમિયાન તેમની ઝૂંપડીમાં આગ લાગી હતી, જેમાં માતા-પુત્રી બળીને ખાખ થઈ ગયા હતા. બંનેને બચાવવાના પ્રયાસમાં પરિવારના સભ્યોને પણ ગંભીર ઈજા થઈ હતી.
પીડિત પરિવારે લેખપાલ અને એસડીએમ પર આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે, કેટલાક અન્ય વહીવટી અધિકારીઓની મિલીભગતથી વિરોધ પ્રદર્શનમાં આગ લગાવીને બે લોકોની હત્યા કરવામાં આવી છે. કાનપુર ઝોનના કમિશનરનું કહેવું છે કે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતોને છોડવામાં આવશે નહીં. આવા સમયે પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં, થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર કરશે નહીં.
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, તાલુકા પ્રશાસનના લોકો મંદિર તોડવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઝૂંપડાને આગ ચાંપી દીધી હતી. અંદરના કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ માતા-પુત્રી આગની લપેટમાં આવી ગયા અને બંનેના મોત થયા હતા. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં, પીડિત પરિવારનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ ડીએમને મળ્યા હતા અને ન્યાયની વિનંતી કરી હતી.
ડીએમ તરફથી ત્રણ દિવસમાં ન્યાયની ખાતરી પણ મળી હતી, પરંતુ વહીવટી તંત્ર તરફથી કોઈ રાહત મળી ન હતી અને હવે આ ઘટના સામે આવી છે. ઘટના બાદ આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. કમિશનરના કહેવા પ્રમાણે, દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
આ ઘટના અંગે કમિશનર રાજશેખર કહે છે કે, અમે તપાસના આદેશ આપ્યા છે. આ એક દુઃખદ ઘટના છે. FIR નોંધવામાં આવી છે. અમે પરિવાર સાથે છીએ. દોષિતોને બક્ષવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
