For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MOTN Survey: દેશમાં આજે ચૂંટણી થાય તો, ભાજપને થઈ શકે મોટુ નુકશાન

નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી માટે દેશના મોટાભાગના રાજ્યોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈન્ડિયા ટુડે-કાર્વી ઈનસાઈટ્સનો સર્વે સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી માટે દેશના મોટાભાગના રાજ્યોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈન્ડિયા ટુડે-કાર્વી ઈનસાઈટ્સનો સર્વે સામે આવ્યો છે. 'મૂડ ઑફ ધ નેશન' સર્વે મુજબ નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી માટે મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આ સર્વે મુજબ જો આજે ચૂંટણી થાય તો ભાજપના નેતૃત્વવાળા એનડીએને ચૂંટણીમાં 303 સીટો પર જ જીત મળવાની સંભાવના છે. જ્યારે ભાજપની વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2019માં 303 સીટો પર જીત મેળવવાર ભાજપે મોટુ નુકશાન થઈ શકે છે. આવો જાણીએ કે જો આજે લોકસભા ચૂંટણી થાય તો તે સ્થિતિમાં ભાજપે કેટલી સીટોનુ નુકશાન થશે.

ભાજપને થઈ શકે છે 32 સીટોનુ નુકશાન

ભાજપને થઈ શકે છે 32 સીટોનુ નુકશાન

‘મૂડ ઑફ ધ નેશન' સર્વે મુજબ જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભાજપની સીટોની સંખ્યા 303થી ઘટીને 271 સીટો પર આવી શકે છે જે બહુમતની સંખ્યાથી એક ઓછી છે. વળી, આજે ચૂંટણી થવાની સ્થિતિમાં કોંગ્રેસે 8 સીટોનો ફાયદો થશે જ્યારે યુપીએનો કુલ 15 સીટોનો ફાયદો થઈ શકે છે. ‘મૂડ ઑફ ધ નેશન'ના સર્વે મુજબ આજે ચૂંટણી થાય તો એનડીએને 50 સીટોનુ નુકશાન થઈ શકે છે. જો કે તેમછતાં એનડીએ 303 સીટો સાથે બહુમતના આંકડાને પાર કરી શકે છે.

યુપીએને થઈ શકે છે 15 સીટોનો લાભ

યુપીએને થઈ શકે છે 15 સીટોનો લાભ

લોકસભા ચૂંટણી 2019ના મત ટકાની સરખામણીમાં એનડીએને 4 ટકા મતનુ નુકશાન થઈ શકે છે અને આ કારણે એનડીએની 50 સીટો ઓછી થઈ શકે છે. વળી, યુપીએના 2 ટકા મત વધી શકે છે અને આ કારણે તેમને 15 સીટોનો ફાયદો થઈ શકે છે. સીએએ પર લોકોના વિરોધ પ્રદર્શન અને નારાજગીની અસર ભાજપની લોકપ્રિયતા પર પડી છે.

પીએમ પદ માટે મોદી પહેલી પસંદ

પીએમ પદ માટે મોદી પહેલી પસંદ

જ્યારે પ્રધાનમંત્રીની રેસમાં નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ટૉપ પર છે. પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદી સૌથી વધુ 53 ટકા લોકોની પહેલી પસંદ બનેલા છે. લોકોએ ભાજપથી નારાજગી વ્યક્ત કરી પરંતુ મોદીને જ પોતાના પીએમ જોવા માંગે છે. વળી, માત્ર 13 ટકા લોકોએ રાહુલ ગાંધીને પ્રધાનમં6 તરીકે પસંદ કર્યા છે. જ્યારે માત્ર 7 ટકા લોકોની પસંદ સાથે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ત્રીજા નંબરે છે. વળી, 4 ટકા લોકોની પસંદ સાથે અમિત શાહ ચોથા નંબરે છે.

આ પણ વાંચોઃ દેશમાં વધ્યો ભ્રષ્ટાચાર, હવે ભ્રષ્ટ દેશોની યાદીમાં આ નંબરે છે ભારતઃ રિપોર્ટઆ પણ વાંચોઃ દેશમાં વધ્યો ભ્રષ્ટાચાર, હવે ભ્રષ્ટ દેશોની યાદીમાં આ નંબરે છે ભારતઃ રિપોર્ટ

English summary
MOTN Survey: bjp would lose atleast 32 seats if lok sabha elections were held today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X