MotoGPએ ભારતનો ખોટો નકશો બતાવવા બદલ માંગી માફી, જાણો શું હતો વિવાદ?

ભારતમાં પ્રથમ મોટોજીપી ભારત રેસ 24 સપ્ટેમ્બર, રવિવારના રોજ ગ્રેટર નોઈડામાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાવા જઈ રહી છે. પરંતુ તે પહેલા એક વિવાદ ઉભો થયો હતો, હકીકતમાં FP1ના ટેલિકાસ્ટ દરમિયાન MotoGP એ ભારતનો ખોટો નકશો ટીવી પર પ્રસારિત કર્યો હતો. પરંતુ ભારે વિરોધ બાદ હવે કંપની મોટોજીપીએ લેખિતમાં માફી માંગી છે.

આ ઘટનાના જવાબમાં મોટોજીપીએ આ ગંભીર ભૂલ માટે ભારતીય ચાહકોની માફી માંગી છે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું હતું કે તેનો હેતુ યજમાન દેશ માટે સમર્થન અને પ્રશંસા સિવાય બીજું કંઈપણ વ્યક્ત કરવાનો નથી.

MotoGP

MotoGP એ તેની ઔપચારિક માફીમાં કહ્યું, "મોટોજીપી પ્રસારણના ભાગ રૂપે અગાઉ બતાવેલ નકશા માટે અમે ભારતમાં અમારા પ્રશંસકોની માફી માંગવા માંગીએ છીએ. અમારા યજમાન દેશ માટે અમારા સમર્થન અને પ્રશંસા સિવાય અન્ય કોઈ નિવેદન આપવાનો અમારો હેતુ નથી.

અમે તમારી સાથે ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિકસ ઓફ ઈન્ડિયાનો આનંદ માણવા માટે ઉત્સુક છીએ અને અમે બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં અમારો પ્રથમ અનુભવ પસંદ કરી રહ્યા છીએ."

તમને જણાવી દઈએ કે આ રેસ ચેમ્પિયનશિપ ત્રણ દિવસ સુધી ચાલશે. 11 ટીમોના કુલ 22 રાઈડર્સ અલગ-અલગ સેશનમાં ભાગ લેશે. આ સત્રોમાં પ્રેક્ટિસ, ક્વોલિફાઇંગ, સ્પ્રિન્ટ રેસ અને મુખ્ય ગ્રાન્ડ પ્રિકસ ઇવેન્ટનો સમાવેશ થાય છે, જે આવતા રવિવારે યોજાવાની છે. આ ટીમો હોન્ડા, યામાહા, કેટીએમ, ડુકાટી અને એપ્રિલિયા સહિતના પ્રખ્યાત ઉત્પાદકોની મોટરસાઇકલ ચલાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X