Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બાઈક પર બાળકને ખોળામાં બેસાડવા પર પણ કપાશે ચલાન, જાણો આ નિયમ

હવે ટ્રાફિક નિયમો વધુ કડક કરવામાં આવી શકે છે. જો કોઈ બાઈક સવાર દંપત્તિ પોતાના બાળકને ખોળામાં લઈને જતા હોય તો સાવધાન થઈ જાવ.

એક સપ્ટેમ્બરથી લાગુ થયેલ મોટર વ્હીકલ એક્ટ બાદ દેશના અલગ અલગ રાજ્યોમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોના હજારો રૂપિયાના ચલાન કપાવાના સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં નવા મોટર વ્હીકલ એક્ટમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરવા પર દંડની રકમ લગભગ 10 ગણી સુધી વધારી દેવામાં આવી છે. વળી, હવે ટ્રાફિક નિયમો વધુ કડક કરવામાં આવી શકે છે. જો કોઈ બાઈક સવાર દંપત્તિ પોતાના બાળકને ખોળામાં લઈને જતા હોય તો સાવધાન થઈ જાવ.

ખોળામાં બાળકને પણ માનવામાં આવશે ત્રીજી સવારી

ખોળામાં બાળકને પણ માનવામાં આવશે ત્રીજી સવારી

ટ્રાફિક પોલિસ બાળકને પણ ત્રીજી સવારી ગણીને ટ્રિપલ રાઈડિંગનુ ચલાન કાપી શકે છે. એક સપ્ટેમ્બરે લાગુ થયેલા સુધારા મોટર વ્હીકલ કાયદામાં બાઈક પર બેથી વધુ સવારી ઓવરલોડ માનવામાં આવે છે. આમાં બાળક માટે છૂટનો ક્યાંય ઉલ્લેખ નથી. મંત્રાલયે આ સમસ્યાનું સમાધાન કરવાનુ આશ્વાસન આપ્યુ છે પરંતુ સમય સીમા નક્કી કરવામાં આવી નથી. એક દૈનિક અખબારની વાત કરતા દિલ્લી ટ્રાફિક પોલિસના સંયુક્ત આયુક્ત કન્નન જગદીશને જણાવ્યુ કે નવા કાયદામાં બે પૈડાવાળા વાહનો પર શિશુ કે બાળકો માટે કોઈ ગાઈડલાઈન નથી. એવામાં ત્રીજી સવારી જ માનવામાં આવશે.

કાપવામાં આવી શકે છે ચલાન

કાપવામાં આવી શકે છે ચલાન

દેશભરમાં કુલ વાહનોમાંથી બે તૃતીયાંશ બે પૈડાવાળા વાહન છે. મોટર વાહન એક્ટમાં બાઈક ટુ સીટર છે. ભલે નિર્માતા કંપનીએ બાઈકને 200થી 300 કિગ્રા વજન અનુસાર ડિઝાઈન કર્યુ હોય અને આના પર બેથી વધુ સવારી બેસી શકતી હોય પરંતુ આને ઓવરલોડ માનવામાં આવશે. સૂત્રો મુજબ નવા મોટર વાહન એક્ટ લાગુ થતા પહેલા પણ બાળક ત્રીજી સવારી જ માનવામાં આવતુ હતુ પરંતુ આ વિશે કોઈ ગાઈડલાઈન નહોતી.

ઓવરલોડ પર ભરવો પડી શકે છે 2000 રૂપિયાનો દંડ

ઓવરલોડ પર ભરવો પડી શકે છે 2000 રૂપિયાનો દંડ

ઘણા સંગઠનોએ આ વિશે ગાઈડલાઈન જાહેર કરવાની માંગ કરી છે. હવે લોકોને વધુ દંડ સાથે લાયસન્સ સસ્પેન્ડ થવાનો પણ ડર લાગે છે. મંત્રાલયના એક અધિકારીનું કહેવુ છે કે અત્યાર સુધી આઈએસઆઈ માર્કાવાળુ હેલ્મેટ પહેરવાનુ સૂચન અપાતુ રહ્યુ છે પરંતુ ગુણવત્તાનો કોઈ નિયમ નથી. લોકોની સુરક્ષાને જોતા હવે આના માનક પણ નક્કી કરવામાં આવશે. પહેલા બાઈક ઓવરલોડ થવા પર 100 રૂપિયાનો દંડ લેવામાં આવતો હતો પરંતુ હવે સુધારો કરાયેલ એક્ટ લાગુ થયા બાદ આ દંડ વધારીને 2000 રૂપ્યા કરી દેવામાં આવ્યો છે. દંડ સાથે આમાં બાઈક સવારનુ લાયસન્સ પણ રદ કરવાની જોગવાઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X