માઉન્ટ આબુ બન્યું ઠંડુગાર, ચાર ડિગ્રી તાપમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સીકરમાં 8.0, શ્રીગંગાનગરમાં 8.5, ચિતોડગઢમાં 9.4, ડબોકમાં 9.6, ચુરૂમાં 9.9, જેસલમેરમાં 12.2, અજમેરમાં 12.5, જોધપુરમાં 12.6, પિલાનીમાં 12.7, કોટામાં 13.2, બાડમેરમાં 13.4 અને બીકાનેરમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં લગભગ દિવાળી પછી ધીરે-ધીરે ઠંડીની અસર શરૂ થઇ જાય છે અને આ વખતે ડિસેમ્બરમાં જ ઠંડીએ પોતાનો ચમકારો શરૂ કરી દિધો છે. છેલ્લાં બે ત્રણ દિવસોમાં કેટલીક જગ્યાએ લગભગ પાંચ ડિગ્રીથી વધુ ઘટાડો નોંધાયો હોવાથી ઠંડીમાં વધારો થયો છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યાં છે અને તેમને ઠેર ઠેર તાપણાં સળગાવીને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
