For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઇ પર જીઓએમનું ગઠન એક ધતિંગ : જેટલી

|
Google Oneindia Gujarati News

arun jaitley
નવી દિલ્હી, 15 મે : સીબીઆઇને રાજનૈતિક હસ્તક્ષેપમાંથી મૂક્ત કરવાના ઉદ્દેશ્યથી નવા વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે મંત્રીમંડળ(જીઓએમ)ની રચનાને ભાજપાએ બુધવારે ધતિંગ ગણાવી દીધું છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ કહ્યું કે સીબીઆઇની સ્વાયત્તતા પર લોકપાલ વિધેયક પર ચર્ચા દરમિયાન વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છે. ઉપલા ગૃહની પ્રવર સમિતિની બેઠકમાં પણ આ અંગે ચર્ચા થઇ છે. તેમણે જણાવ્યું કે પ્રવર સમિતિ પહેલા જ આ મામલામાં પોતાની ભલામણો સોપી ચૂકી છે અને કેન્દ્રીય મંત્રિમંડળે તેમાંથી મોટાભાગની ભલામણોને મંજૂરી આપી દીધી છે.

જેટલીએ કહ્યું કે કેટલાંક બિંદુઓને લઇને સરકાર અને વિપક્ષની વચ્ચે મતભેદ છે પરંતુ સીબીઆઇની સ્વાયત્તતાને લઇને મોટાભાગના મુદ્દાઓ પર વ્યાપક સહમતિ છે. આ ઉપરાંત સીબીઆઇને સ્વાયત્તતા પ્રદાન કરવાની દિશામાં સરકારે કંઇ કર્યું નથી. તેમણે જણાવ્યું કે સીબીઆઇની સ્વાયત્તતાને લઇને નવા મંત્રીસમૂહ એક ધતિંગ છે. લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ વિધેયક સીબીઆઇની સ્વાયત્તતાને લઇને પ્રાવધાન છે.

ઉલ્લેખનીય છે કે સરકારે મંગળવારે નાણામંત્રી પી. ચિદમ્બરમની અધ્યક્ષતામાં એક મંત્રીમંડળની રચના કરી છે જે સીબીઆઇને બાહરી હસ્તક્ષેપથી દૂર કરવા માટે એક વિધેયક બનાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા બ્લોક ફાળવણી મામલે કહેવાતી અનિયમિતતાઓ સંબંધિત સુનવણી દરમિયાન સીબીઆઇને પોતાના રાજનૈતિક આકાઓના પિંજરામાં બંધ પોપટ બતાવ્યા બાદ આ મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X