For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરતી દેવી પર કમલનાથની ટિપ્પણીથી રાજકીય ધમાલ, ધરણા પર બેઠા શિવરાજ-સિંધિયા

ઈમરતી દેવી ઉપર કરવામાં આવેલી પોતાની વિવાદિત ટિપ્પણી માટે મધ્ય પ્રદશના પૂર્વ સીએમ કમલનાથને ઘેરતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી વચ્ચે ભાજપ નેતા ઈમરતી દેવી ઉપર કરવામાં આવેલી પોતાની વિવાદિત ટિપ્પણી માટે મધ્ય પ્રદશના પૂર્વ સીએમ કમલનાથને ઘેરતા જોવા મળી રહ્યા છે. કમલનાથના નિવેદન સામે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌબાણ ભોપાલમાં બે કલાક માટે મૂક પ્રદર્શન કરીને ધરણા પર બેસી ગયા છે. સીએમ શિવરાજ સાથે તેમની કેબિનેટના મંત્રી અને અન્ય ભાજપ નેતા પણ ધરણા પર બેઠેલા છે. વળી, ઈન્દોરમાં ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથના નિવેદન માટે ધરણા કર્યા છે. ધરણા પર બેસીને સીએમ શિવરાજ સિંહે કહ્યુ કે કમલનાથની ટિપ્પણી ખૂબ જ અપમાનજનક છે અને તે મહિલાઓનુ આવુ અપમાન સહન નહિ કરે.

'કોંગ્રેસની ચાલ, ચરિત્ર અને અસલી ચહેરો બહાર આવ્યો'

'કોંગ્રેસની ચાલ, ચરિત્ર અને અસલી ચહેરો બહાર આવ્યો'

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, 'પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નિવેદનથી તેમની અને કોંગ્રેસની ચાલ, ચરિત્ર અને અસલી ચહેરો સામે આવ્યો છે. હું મેડમ સોનિયા ગાંધીને પૂછુ છુ, શું તે કમલનાથજીના શબ્દોનુ સમર્થન કરે છે? યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કાલે એક મહિલા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તેનાથી હું દુઃખી છુ, શરમજનક છે. આજે બાપૂના ચરણોમાં તેમના માટે પશ્ચાતાપ કરવા બેઠો છુ.'

'કમલનાથા કારણે આખા દેશમાં મધ્ય પ્રદેશની બદનામી થઈ'

'કમલનાથા કારણે આખા દેશમાં મધ્ય પ્રદેશની બદનામી થઈ'

મધ્ય પ્રદેશના સીએમે કહ્યુ, 'અમે મહાત્મા ગાંધીને આદર્શ માનીએ છે. વળી, બીજી તરફ કોંગ્રેસના નેતા તેમના વિચારો અને તેમની સીખની ધજિયા ઉડાવે છે. કોંગ્રેસના નેતાઓએ હંમેશા પોતાના નિવેદનોથી પોતાની મહિલા વિરોધી વિચારોનો પરિચય આપ્યો છે. કમલનાથજીના કારણે આખા દેશમાં આજે મધ્ય પ્રદેશની બદનામી થઈ છે. કમલનાથજી ભલે બહુ મોટા સેઠ અને ઉદ્યોગપતિ હશે પરંતુ શું તેનાથી તેમને મહિલાઓનુ અપમાન કરવાની મંજૂરી મળી ગઈ છે? હું કોંગ્રેસની મહિલા નેતાઓને પૂછવા માંગુ છુ, શું તે પોતાના નેતા કમલનાથજીના શબ્દોનુ સમર્થન કરે છે?'

કમલનાથે શું કહ્યુ હતુ

કમલનાથે શું કહ્યુ હતુ

તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે એક ચૂંટણી રેલીમાં ભાજપ નેતા ઈમરતી દેવી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોતાના ભાષણમાં તેમણે ઈમરતી દેવી માટે 'આઈટમ' શબ્દનો ઉપયોગ કર્યો જેના માટે ભાજપે તેમને નિશાના પર લઈ લીધા. મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટોમાંથી 21 સીટો કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામુ આપવાના કારણે ખાલી થઈ છે.

દેશના આ રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હૈદરાબાદમાં એલર્ટદેશના આ રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હૈદરાબાદમાં એલર્ટ

English summary
MP By Elections 2020: CM Shivraj Singh silent protest over Kamal Nath remarks on Imarti Devi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X