વીડિયોઃ શિવરાજ સિંહ સાથે વિદેશી પણ થયા ‘ડાંસિંગ અંકલ’ ના દિવાના

પોતાના ડાંસથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવનાર ‘ડાંસિંગ અંકલ' ઉર્ફે સંજીવ શ્રીવાસ્તવના પ્રશંસકો સતત વધી રહ્યા છે.

પોતાના ડાંસથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવનાર 'ડાંસિંગ અંકલ' ઉર્ફે સંજીવ શ્રીવાસ્તવના પ્રશંસકો સતત વધી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી રવિના ટંડન, દિવ્યા દત્તા ઉપરાંત હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ તેમના ફેન બની ગયા છે. શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર સંજીવ શ્રીવાસ્તવની પ્રશંસા કરતા લખ્યુ કે મધ્યપ્રદેશના પાણીમાં કંઈક તો ખાસ વાત છે. તમને જણાવી દઈએ કે સંજીવ શ્રીવાસ્તવનો ડાંસ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહ્યો છે.

વાયરલ થયા મધ્યપ્રદેશના ‘ડાંસિંગ અંકલ’

વાયરલ થયા મધ્યપ્રદેશના ‘ડાંસિંગ અંકલ’

મધ્યપ્રદેશના ‘ડાંસિંગ અંકલ' સંજીવ શ્રીવાસ્તવનો વીડિયો એટલો વાયરલ થઈ ગયો છે કે દરેક જગ્યાએ તેમની જ ચર્ચા છે. સોશિયલ મીડિયા પર લોકોને તેમના ડાંસ, એક્સ્પ્રેશન અને લટકા-ઝટકા ખૂબ ગમી રહ્યા છે અને હવે આ ફેનલિસ્ટમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહનું નામ પણ શામેલ થઈ ગયુ છે. શિવરાજ સિંહ ચૌહાણે સંજીવ શ્રીવાસ્તવના ડાંસની ટ્વિટર પર ખૂબ પ્રશંસા કરી છે.

શિવરાજ સિંહ ચૌહાણ પણ થયા કાયલ

શિવરાજ સિંહ ચૌહાણ પણ થયા કાયલ

શિવરાજ સિંહ ચૌહાણે લખ્યુ, "અમારા વિદિશામાં ભોપાલમાં કાર્યરત પ્રોફેસર શ્રી સંજીવ શ્રીવાસ્તવજીની ઝિંદાદીલીએ આખા ભારતમાં ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. માનો કે ના માનો મધ્યપ્રદેશના પાણીમાં કંઈક તો ખાસ છે." તમને જણાવી દઈએ કે સંજીવ શ્રીવાસ્તવ મધ્યપ્રદેશના વિદિશાના રહેવાસી છે અને ભોપાલના ભાભા એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં ઈલેક્ટ્રોનિક્સના આસિસટન્ટ પ્રોફેસર છે. તેમને લોકો પ્રેમથી ડબ્બુ બોલાવે છે.

આસિસટન્ટ પ્રોફેસર છે ડબ્બુજી

આસિસટન્ટ પ્રોફેસર છે ડબ્બુજી

આ વાયરલ ડાંસ તેમણે 12 મે ના રોજ પોતાના સાળાના લગ્નમાં કર્યો હતો. 12 મે ના રોજ થયેલા સંગીત સમારંભમાં પોતાની પત્ની અંજલી શ્રીવાસ્તવ સાથે તેમનો આ ડાંસ રાતોરાત વાયરલ થઈ ગયો. તેમણે 1987માં આવેલી ગોવિંદાની ફિલ્મ ‘ખુદગર્ઝ' ના ગીત ‘આપકે આ જાને સે' પર ડાંસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ‘ચઢતી જવાની' ગીતના રિમિક્સ પર પણ એટલો જ જોરદાર ડાંસ કર્યો. સંજીવ શ્રીવાસ્તવ ગોવિંદા અને મિથુન ચક્રવર્તીને પોતાના ફેવરીટ સ્ટાર માને છે.

વિદેશી પણ થયા કાયલ

વિદેશી પણ થયા કાયલ

ગોવિંદાના ગીતો પર ડાંસ કરતાં ‘ડાંસિંગ અંકલ' નો ડાંસ હવે માત્ર ભારતમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ વાયરસ થઈ ગયો છે. તેમનો ડાંસ વિદેશીઓમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. હવે તો લોકોએ તેમની સ્ટાઈલની કૉપી કરવાનું શરૂ કરી દીધુ છે. સોશિયલ મીડિયા પર એક અમેરિકી ડાંસરે તેમની સ્ટાઈલ અને ડાંસ કૉપી કરતો એક વીડિયો શેર કર્યો છે. ભારતીય મૂળની દીપ બ્રાર અમેરિકામાં રહે છે અને તેના ડાંસિંગ વીડિયો યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ જ્યારે સંજીવ શ્રીવાસ્તવનો આ વીડિયો વાયરલ થયો તો તેને તે ખૂબ પસંદ આવ્યો. તેણે તેમના સ્ટેપ્સ કૉપી કરીને પોતાનો એક વીડિયો બનાવ્યો અને તેને યુટ્યુબ પર અપલોડ કરી દીધો. લોકોનું કહેવું છે કે સંજીવ શ્રીવાસ્તવે જેટલો સરસ ડાંસ કર્યો છે તેટલો જ સરસ ડાંસ દીપે પણ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X