15 મહિના સત્તામાં રહ્યા બાદ શું કમલનાથની ઈનિંગ આજે સમાપ્ત થશે?
ભોપાલઃ 15 મહિના સુધી ચાલેલી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની ઈનિંગ આજે શુક્રવારે શું ખતમ થઈ જશે? અંદાજો એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કેમ કે મુખ્યમંત્રી કમલનાથે મોડી રાત્રે એલાન કરી દીધું કે શુક્રવારે બપોરે 12 વાગ્યે તેઓ પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કમલનાથ પ્રેસ કોન્ફ્રેન્સમાં ફ્લોર ટેસ્ટ પહેલા પોતાનો ત્યાગ પત્ર આપવાનું એલાન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે બે દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કમલનાથ સરકારને શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે.
શુક્રવારે સવારે ભોપાલ પરત ફરેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે આજની તારીખમાં સરકાર પાસે બહુમત નથી.
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 સીટ ચે. હાલ 2 સભ્યોના નિધનથી હાલના સભ્યોની સંખ્યા 228 છે, પરંતુ મોડી રાતે સ્પીકર એનપી પ્રજાપતિએ 16 અને કોંગ્રેસના બાગી ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરી લીધા છે એવામાં સભ્યોની સંખ્યા 206 થઈ ગઈ છે. જેમાં બહુમતનો આંકડો 104 છે, હવે કોંગ્રેસ પાસે 92 ધારાસભ્યો રહી ગયા છે. કોંગ્રેસને હાલ બીએસપીના 2, સમાજવાદી પાર્ટીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે. આવી રીતે કુલ મિલાવીને કોંગ્રેસનો આંકડો 99 થઈ જાય ચે. જે બહુમતના આંકડાથી બહુ ઓછો છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે.
મધ્ય પ્રદેશમાં ચિઠ્ઠીનું રાજકારણઃ રાજ્યપાલે સ્પીકરના પત્રનો જવાબ આપ્યો