MP Election 2023 : બીજેપીએ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી, ગુના અને વિદિશામાં કોકડુ ગુચવાયુ
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં સૌથી આગળ રહી છે. હવે બીજેપીએ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.
શનિવારે પાર્ટીએ 92 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત બાકી છે. ગુના અને વિદિશામાં કોકડુ ગુચવાયુ છે.

ઉમેદવારોની યાદીની જાહેરાત પહેલા દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં સામેલ સભ્યોએ બેઠકો પરના ઉમેદવારોના નામ પર આખરી મહોર મરાઈ હતી.
છેલ્લી ઘડીએ પાર્ટીએ ટિકિટ પસંદગીની માર્ગદર્શિકા અને રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને આ યાદીને અંતિમ રૂપ આપ્યું છે. આ નામો પર ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહમત થયા છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, સંગઠન મંત્રી હિતાનંદ શર્મા પણ હાજર હતા.
બીજેપીએ આ પહેલા ચાર યાદી જાહેર કરી છે અને 136 ઉમેદવારોની જાહેરાત કરી છે. 94 બેઠકો માટેના ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે. ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 21 ઓક્ટોબરથી જ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે બેતુલ આમલા સીટ સિવાય તમામ વિધાનસભા સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
