આ છે ધોનીના લકી નંબર 7નું રહસ્ય

ધોનીએ એમ પણ જણાવ્યું કે જ્યારે હું ટીમ ઇન્ડિયામાં આવ્યો ત્યારે પોતાની જર્સી માટે જ્યોતિષની સલાહ નહોતી લીધી પરંતુ મને હંમેશાથી એવું લાગે છે કે આ નંબર મારા માટે ખાસ છે. તેથી મે તેને અપનાવી લીધો, તેની પાછળ કોઇ અંધશ્રદ્ધા નથી. દુબઇના અખબાર ખાલીજ ટાઇમ્સ સાથે વાતચીત કરતા ધોનીએ કહ્યું છે કે કોઇ પણ નંબર સારો કે ખરાબ નથી, તમામ કઠોર પરિશ્રમ પર નિર્ભર કરે છે. જો તમે સકારાત્મક વિચારો છો તો બધું સારું રહે છે.
મેં જ્યારે આ નંબર અંગે એક જ્યોતિષ સાથે વાત કરી તો તેમણે કહ્યું હતું કે આ એક ઉદાસીન નંબર છે અને સાચું તો એ છે કે પ્રત્યેક નંબર સારો હોય છે. ધોનીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણી બાદ થોડાક સમય માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બ્રેક લીધો છે. હવે તે તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામેની 22 ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહેલી શ્રેણીમાં રમશે.












Click it and Unblock the Notifications
