MS Swaminathan passed away : હરિયાળી ક્રાંતિના જનકનું નિધન, જાણો કોણ છે એમએસ સ્વામીનાથન?

MS Swaminathan passed away : ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક ગણાતા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન હવે નથી રહ્યા. 98 વર્ષની ઉંમરે તેમણે તમિલનાડુમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું પૂરું નામ માનકોમ્બુ સાંબાસિવન સ્વામીનાથન હતું, અને તેમનો જન્મ તમિલનાડુના તંજાવુરમાં વર્ષ 1925માં થયો હતો.

વધુ ઉત્પાદન માટે આપ્યો હતો ઉકેલ - એમએસ સ્વામીનાથનને કૃષિવિજ્ઞાની, કૃષિ વૈજ્ઞાનિક, પ્રશાસક અને માનવતાવાદી માનવામાં આવે છે. એમએસ સ્વામીનાથનને ડાંગરની ઉચ્ચ ઉપજ આપતી જાતો વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જેણે ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો વધુ ઉત્પાદન કરે તેની ખાતરી કરવામાં મદદ કરી છે.

MS Swaminathan passed away

(ઇમેજ ક્રેડિટ - MS Swaminathan Research Foundation)

એમએસ સ્વામીનાથને ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિર્દેશક અને બાદમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા અને 1979માં કૃષિ મંત્રાલયના મુખ્ય સચિવ તરીકે પણ સેવા આપી હતી.

દુષ્કાળમાંથી રાહત - વર્ષ 1949માં સ્વામીનાથને બટાટા, ઘઉં, ચોખા અને જ્યુટના આનુવંશિક સંશોધન દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારત આ સમયે ભારે દુષ્કાળની આરે હતો. દેશમાં અનાજની અછત હતી. સ્વામિનાથન, નોર્મન બોરલોગ અને અન્ય વૈજ્ઞાનિકો સાથે મળીને ઘઉંની ઉચ્ચ ઉપજ આપતી વિવિધતાના બીજ વિકસાવ્યા હતા.

સ્વામિનાથને 1960 અને 70 ના દાયકા દરમિયાન સી સુબ્રમણ્યમ અને જગજીવન રામ સહિતના કૃષિ પ્રધાનો સાથે ઘઉં અને ચોખાની ઉત્પાદકતામાં ઝડપથી વધારો કરવા માટે કામ કર્યું હતું, જેના કારણે હરિયાળી ક્રાંતિની સફળતા મળી હતી.

મેળવ્યા હતા આ પુરસ્કારો - સ્વામીનાથનને ભારતમાં ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી જાતોના વિકાસ અને અગ્રણી કાર્ય માટે 1987માં પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સ્વામિનાથને 1971માં રેમન મેગ્સેસે એવોર્ડ અને 1986માં આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ સાયન્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. સ્વામીનાથનને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા આર્થિક ઇકોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી - વડાપ્રધાન મોદીએ પણ એમએસ સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશના ઈતિહાસના અત્યંત નિર્ણાયક સમયે, કૃષિ ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ કાર્યથી લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું અને આપણા દેશ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કૃષિમાં તેમના ક્રાંતિકારી યોગદાન ઉપરાંત, ડૉ. સ્વામીનાથન નવીનતાના પાવરહાઉસ અને ઘણા લોકો માટે માર્ગદર્શક ગુરુ હતા. સંશોધન અને માર્ગદર્શન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ અસંખ્ય વૈજ્ઞાનિકો પર અમીટ છાપ છોડી છે. ભારતની પ્રગતિ જોવાનો તેમનો જુસ્સો અનુકરણીય હતો. તેમનું જીવન અને કાર્ય આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X