શોએબ ઇકબાલની નારાજગી બાદ કુમાર વિશ્વાસે જાહેરમાં માગી માફી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 6 જાન્યુઆરી: દિલ્હીમાં જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના ધારાસભ્ય શોએબ ઇકબાલે આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસથી નાખુશ છે. સૂત્રોએ જણાવ્યું કે શોએબ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને આપેલો ટેકો પરત લઇ શકે છે.

સમાચાર છે કે કુમાર વિશ્વાસ દ્વારા મોહર્રમના અવસરે આપત્તિજનક નિવેદન આપ્યું હતું, તેનાથી નારાજ થઇને શોએબ ઇકબાલ આપને આપેલું સમર્થન પાછું લેશે. શોએબ ઇકબાલે વિશ્વાસના નિવેદનને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે કુમાર વિશ્વાસ માફી માગે નહીતો જેડીયૂ સમર્થ પાછુ લઇ લેશે. આની પર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજકે જણાવ્યું કે આ જૂની વાત છે આની પર કુમાર વિશ્વાસે માફી માગી લીધી હતી.

કુમાર વિશ્વાસનો 6 સપ્ટેમ્બર 2013ના રોજ યૂ-ટ્યૂબ પર એક માફી માંગતો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોના માધ્યમથી વિશ્વાસે પોતાના એ વિવાદીદત નિવેદન માટે માફી માગી છે.

shoaib iqbal
અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 2003ની આસપાસ એક કવિ સમ્મેલનમાં કુમાર વિશ્વાસે ઇમામ હુસૈન અને પૈગંબર મોહમ્મદને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને આધાર બનાવીને ઇકબાલ તેમને માફીની માગ કરી રહ્યા છે. ઇકબાલે જણાવ્યું કે તેઓ વિધાનસભામાં આ મુદ્દાને ઉઠાવશે.

દિલ્હી વિધાનસભામાં જનતા દલ યૂનાઇટેડના એક વિધાયક છે જે આમ આદમી પાર્ટીની સરકારને સમર્થન આપી રહી છે. 70 સભ્યવાળી વિધાનસભામાં આપને 28 બેઠક છે જેને કોંગ્રેસના 8 ધારાસભ્યો અને જેડીયૂના એક ધારાસભ્યનું સમર્થન પ્રાપ્ત છે. જો અરવિંદ કેજરીવાલની સરકારમાંથી જેડીયૂ ધારાસભ્ય શોએબ ઇકબાલ સમર્થન પાછું લઇ પણ લેશે તો સરકારના સ્વાસ્થ્ય પર કોઇ અસર નહીં પડે.

English summary
The Aam Aadmi Party leader Kumar Viswas apologised to the JD(U) MLA Shoaib Iqbal, thus ending the controversy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.