હમસફર બન્યા બાદ આ કામ પણ સાથે કરશે આકાશ અને શ્લોકા અંબાણી, ફોટા વાયરલ
આકાશ-શ્લોકા જીવનમાં હમસફર બન્યા બાદ એકસાથે જિમમાં પણ પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે.
દેશના જ નહિ પરંતુ એશિયાના ટૉપ અમીરોમાં ગણાતા મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન 3 માર્ચ 2019ના રોજ વેપારી અરુણ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે થયા છે. જ્યારથી આ બંનેના લગ્નની વાત મીડિયામાં આવી હતી ત્યારથી જ આ બંને મીડિયામાં છવાયેલા હતા. હાલમાં લગ્ન બાદ એક વાર ફરીથી એ બંને સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચિત થઈ ગયા છે. કારણ છે 'જિમ', ચોંકી ગયા ને, પરંતુ આ જ સત્ય છે.

આકાશ-શ્લોકાએ સાથે જોઈન કર્યુ ‘જિમ'
વાસ્તવમાં આકાશ-શ્લોકા જીવનમાં હમસફર બન્યા બાદ એકસાથે જિમમાં પણ પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં બંનેએ પોતાના માટે જિમ કોચને હાયર કર્યા છે અને તે બીજુ કોઈ નહિ પરંતુ ફેમસ લાઈફસ્ટાઈલ કોચ કુણાલ ગિર છે. જેમણે પોતે આકાશ-શ્લોકના ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે કે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
|
ફોટા થયા વાયરલ
લોકોએ ન્યૂલી વેડ કપલની મન મૂકીને પ્રશંસા કરી છે. કુણાલ ગિરના પોસ્ટ કરેલા ફોટામાં આકાશ અને શ્લોકા એક સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમણે આકાશ-શ્લોકાનો આભાર પણ માન્યો છે.

કોણ છે શ્લોકા મહેતા
તમને જણાવી દઈએ કે રસેલ મહેતા દેશની મોટી હીરા કંપનીઓમાંના એક રોઝી બ્લ્યુ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર છે. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. શ્લોકા કનેક્ટર ફોર સંસ્થાની સહ સંસ્થાપક પણ છે કે જે બિન સરકારી સંસ્થાઓની મદદ કરે છે. રસેલ મહેતાનો પરિવાર દક્ષિણ મુંબઈમાં રહે છે અને અંબાણી પરિવારની ખૂબ નજીક રહ્યો છે.

બાળપણના સાથી આકાશ-શ્લોકા
શ્લોકાએ 2004થી 2009 વચ્ચે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. એવુ કહેવામાં આવે છે કે આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. બંને એકબીજાને ખૂબ સારી રીતે જાણે છે. સ્કૂલના અભ્યાસ બાદ શ્લોકાએ લંડન સ્કૂલ ઑફ ઈકોનૉમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યુ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
