સગાઇ પછી આકાશ અને શ્લોકા નો ક્યૂટ વીડિયો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી ની સગાઇ શ્લોકા મહેતા સાથે શનિવારે ગોવામાં થયી હતી. અંબાણી પરિવાર ઘ્વારા સોમવારે ગ્રાન્ડ ફંક્શન રાખવામાં આવ્યો હતો જેમાં મોટી હસ્તીઓ જોવા મળી હતી. ત્યારપછી તેમના ફોટો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થયા હતા. પરંતુ હાલમાં પાર્ટી પુરી થયા પછી આકાશ અને શ્લોકા નો ક્યૂટ વીડિયો ઈન્ટરનેટ પર તેઝી થી વાયરલ થઇ રહ્યો છે.

akash ambani

આ વાયરલ વીડિયોમાં આકાશ અને શ્લોકાની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંને વીડિયોમાં મસ્તીના મૂડમાં નજર આવી રહ્યા છે અને સાથે સાથે ઘણા ખુશ પણ છે. આપણે જણાવી દઈએ કે એવી ખબર આવી રહી છે કે વર્ષના અંતમાં આકાશ અંબાણી ફેમસ હીરા વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લગ્ન કરી શકે છે. બંનેના લગ્ન મુંબઈમાં ખુબ જ ધામધૂમ થી થશે.

આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ ઇન્ટરનૅશનલ સ્કુલમાં સાથે અભિયાસ કરતા હતા. જ્યાં એક તરફ આકાશ રિલાયન્સ જિયો ની કમાન સંભાળી રહ્યા છે, ત્યાં જ શ્લોકા પણ રોઝરી બ્લુ ફાઉન્ડેશનની નિર્દેશક છે. સાથે સાથે શ્લોકા કનેક્ટ ફોર સંસ્થા ની કો-ફાઉન્ડર પણ છે. તેમની સંસ્થા ગેર-સરકારી સંસ્થાને મદદ કરે છે.

English summary
Mukesh Ambani son akash ambani and shloka mehta video viral on internet

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.