Mukhtar Ansari Death : માફિયા મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી મોત, હોસ્પિટલ બહાર સેના તૈનાત
બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી મોત થઈ ગયુ છે. ગુરુવારે મોડી સાંજે હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતાં મુખ્તાર અંસારીને મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા.
અહીં મુખ્તાર અંસારીને મૃત જાહેર કરવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે જેલ પ્રશાસને મોડી સાંજે માફિયા મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડવાની જાણકારી જિલ્લા મેજિસ્ટ્રેટને આપી હતી.

જે બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી બાંદા મંડલ જેલ પહોંચ્યા. ત્યાંથી મુખ્તાર અંસારીને એમ્બ્યુલન્સ દ્વારા દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા.
દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા બાદ સમાચાર આવ્યા કે મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો. બાદમાં માહિતી મળી કે મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આ અંગે મેડિકલ બુલેટિન જારી કરીને જણાવવામાં આવ્યું કે મુખ્તાર અંસારીને ઉલ્ટીની ફરિયાદ સાથે અને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
દર્દીને 9 ડોકટરોની ટીમ દ્વારા તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી પરંતુ કાર્ડિયોલોજિસ્ટના શ્રેષ્ઠ પ્રયાસો છતાં મૃત્યુ થયું. હોસ્પિટલે માહિતી જાહેર કર્યા બાદ મુખ્તારના નજીકના લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
જે સમયે મુખ્તાર અંસારીને બાંદા જેલમાંથી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી રહ્યા હતા તે સમયે એમ્બ્યુલન્સની સાથે સુરક્ષા માટે અધિકારીઓના વાહનો અને પોલીસકર્મીઓના વાહનો પણ હતા.
આ પછી જ્યારે મુખ્તાર અંસારીને દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી. મોડી રાત્રે અચાનક મેડિકલ કોલેજની બહાર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી અને સીમા સુરક્ષા દળની ટુકડીને પણ બોલાવવામાં આવી છે. ફોર્સ બોલાવ્યા બાદ મોતની ચર્ચાએ તેજ પકડ્યુ.
માફિયા મુખ્તાર અંસારીના મોતને ધ્યાનમાં રાખીને પૂર્વાંચલના સમગ્ર જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને મૌ અને ગાઝીપુરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત ડીજીપી હેડક્વાર્ટર દ્વારા પણ આ મામલે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
