'ચૂંટણી જીતવા માટે મુલાયમ સિંહ કરાવી શકે છે મારી હત્યા'

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

આજમગઢ, 2 એપ્રિલ: ઉલેમા કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા આજમગઢ સંસદીય વિસ્તારથી પાર્ટીના ઉમેદવાર મૌલાના આમિર રશદીએ સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે તે સામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યાં છે અને તે મારી હત્યા પણ કરાવી શકે છે.

આજમગઢથી ઉલેમા કાઉન્સિલ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે પહેલીવાર આજમગઢ પહોંચતાં આમિર રશદીએ પત્રકારોને કહ્યું હતું કે સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ આજમગઢમાં ચૂંટણી જીતવા માટે ના ફક્ત પ્રદેશના મુસલમાનો મુર્ખ બનાવી રહ્યાં છે પરંતુ સામ, દંડ, ભેદની નીતિ પણ અપનાવી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ તેમના હત્યા પણ કરાવી શકે છે.

આમિર રશદીએ એ પણ આરોપ લગાવ્યો હતો કે સપા સુપ્રીમો આજમગઢથી લડવા માટે અહીં નથી આવ્યા પરંતુ આજમગઢનો વિનાશ કરવા માટે આવ્યા છે અને કહ્યું હતું કે તે આ ચૂંટણીમાં મહાભારતમાં મુલાયમ સિંહ યાદવ સામે અર્જુનની માફક સામનો કરીશ.

mulayam-singh-yadav

ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આમિર રશદીએ આરોપ લગાવ્યો હતો કે ઉત્તર પ્રદેશના 'મોદી', 'મુલાયમ સિંહ યાદવ' છે. જો ગુજરાતમાં નરેન્દ્ર મોદીને એક રમખાણના લીધે 14 વર્ષ સુધી માફ કર્યા નથી તો 141 રમખાણો માટે જવાબદાર ઉત્તર પ્રદેશના મોદીને કેવી રીતે માફ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે સપા સુપ્રીમો મુસલમાઓને ફક્ત વોટ બેંક સમજે છે અને તેમનો ચૂંટણીમાં ઉપયોગ કરવા માંગે છે હકિકત એ છે કે તે કોઇના હમદર્દ નથી.

English summary
Three days after Rashtriya Ulama Council’s (RUC) president Maulana Amir Rashadi announced his candidature from Azamgarh against Mulayam Singh Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X