For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમ સિંહ યાદવની હાલત નાજુક, ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પહોંચ્યા મેદાંતા

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ નાજુક છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ નાજુક છે. તેઓ ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં ભરતી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પરિવાર સાથે હૉસ્પિટલમાં જ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પહોંચી રહ્યા છે. શુક્રવારે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ મેદાંતા હૉસ્પિટલમાં પહોંચ્યા અને મુલાયમ સિંહના ખબરઅંતર પૂછ્યા.

Mulayam Singh Yadav

મુલાયમ સિંહ યાદવ 22 ઓગસ્ટથી મેદાંતા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિવારે(2 ઓક્ટોબર)ના રોજ તેમની તબિયત બગડતાં ડૉક્ટરોએ તેમને ICUમાં શિફ્ટ કર્યા હતા. તેમને રાત્રે જ લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. છઠ્ઠા દિવસે(7 ઓક્ટોબર) પણ મુલાયમ સિંહ વેન્ટિલેટર પર છે. છેલ્લા 6 દિવસથી મુલાયમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. મેદાંતા દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યુ હતુ કે મુલાયમ સિંહની હાલત અત્યારે નાજુક છે, તેમને જીવન રક્ષક દવાઓ આપવામાં આવી રહી છે.

ગુરુવારે જ્યારે અખિલેશ યાદવ તેમના પિતાને મળવા હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે હૉસ્પિટલનુ વાતાવરણ અસ્વસ્થ બની ગયુ હતુ. અખિલેશને જોઈને હૉસ્પિટલમાં હાજર સપાના કાર્યકરો રડવા લાગ્યા હતા. હાથ જોડીને ઉભેલા કાર્યકરોએ અખિલેશને કહ્યુ- ભૈયા બાબુજીને બચાવી લો. અખિલેશે તમામ કાર્યકરોને સમજાવ્યુ કે બધુ બરાબર છે. આની સાથે સંબંધિત એક ઈમોશનલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

English summary
Mulayam Singh Yadav health latest news and update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X