'સપ્ટેમ્બર સુધીમાં થઇ શકે છે લોકસભાની ચૂંટણી'

mulayam-singh
લખનૌ, 4 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવે આગામી લોકસભા ચૂંટણી સમય પહેલા થવાની સંભાવના દર્શાવી છે. તેમણે કહ્યું કે, કેન્દ્રની સત્તારૂઢ યૂપીએ સરકાર બજેટ સેશન પછી ગમેતે સમયે ચૂંટણીની ઘોષણા કરી શકે છે. સંભવ છે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં ચૂંટણી થઇ જાય. એસપી પ્રમુખે પાર્ટી મુખ્યાલય પર કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું છે કે, તમે બધા લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવું જોઇએ.

મુલાયમે પાર્ટી કાર્યકર્તાઓને મતદાતાઓની યાદીઓની દેખરેખ કરવાની સાથે જનતા વચ્ચે જઇને તેમની સમસ્યાઓને હલ કરવાનો પ્રયત્ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે જ્યાં પણ સમસ્યા હોય તેને તુરંત અધિકારીઓને સામે લાવો.

તેમણે કહ્યું છે કે તે મુખ્યમંત્રી અખિલેશ યાદવને આ સંબંધમાં વાતચીત કરશે કે અધિકારી આમ જનતાનું કામ કરી રહ્યાં છે કે નહીં. જો અધિકારીઓ આમ જનતાની સમસ્યાઓના સમાધાનમાં રસ ના લઇ રહ્યાં હોય તો પાર્ટી કાર્યકર્તાઓએ આ અંગે મુખ્યમંત્રીને અવગત કરવા જોઇએ. દિલ્હીમાં ગેંગ રેપને એક ગંભીર બાબત જણાવતા તેમણે કહ્યું કે, એખ ષડયંત્ર હેઠળ અન્ય મુદ્દાઓને વધારીને આ મામલાને ડામી દેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X