For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી બિમારીમાં સપડાયા મુલાયમ સિંહ યાદવ, આજે થશે ઑપરેશન

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અન સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું આજે ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં સ્થિત યશોદા હોસ્પિટલમાં ઑપરેશન થશે.

|
Google Oneindia Gujarati News

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અન સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું આજે ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં સ્થિત યશોદા હોસ્પિટલમાં ઑપરેશન થશે. મુલાયમ સિંહ યાદવને યુરિન અટકવાની સમસ્યા થઈ છે. તેમને સોમવારે યશોદા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોની ટીમે તપાસ બાદ મંગળવારે તેમની સર્જરી કરાવવાનો નિર્ણય લીધો. હોસ્પિટલમાં ભરતી કરાવા દરમિયાન તેમની સાથે યુપીની બદાયું લોકસભા સીટના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા. મુલાયમ સિંહ યાદવના હોસ્પિટલમાં ભરતી થવાના સમાચાર જેવા મીડિયામાં આવ્યા તેમને મળવા માટે સપા નેતાઓની ભીડ લાગી ગઈ. ડૉક્ટરોની એક ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણી માટે જયશંકર આજે ભરશે નામાંકનઆ પણ વાંચોઃ ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણી માટે જયશંકર આજે ભરશે નામાંકન

ઘણા સમયથી બિમાર છે મુલાયમ

ઘણા સમયથી બિમાર છે મુલાયમ

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પોતાના પરિવારને એકજૂટ કરવાની કોશિશોમાં લાગેલા મુલાયમ સિંહ યાદવની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ છે. શનિવારે સાંજે જ તબિયત બગડકા તેમને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ તેમને શુગર લેવલ વધવાની ફરિયાદના કારણે મેદાંતા લાવવામાં આવ્યા હતા. આ મહિને આ પાંચમી વાર છે. મેદાંતાથી પહેલા મુલાયમને લખનઉના પીજીઆઈમાં ઈલાજ માટે લાવવામાં આવ્યા હતા. પીજીઆઈમાં તેમની તબિયતમાં સુધારો થયા બાદ તેમના રજા આપવામાં આવી હતી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ તેમને મળવા પહોંચ્યા હતા.

શુગર વધુ હોવાના કારણે બગડી હતી તબિયત

શુગર વધુ હોવાના કારણે બગડી હતી તબિયત

મુલાયમ સિંહને 10 જૂનના રોજ તબિયત ખરાબ થતા ચાર્ટર પ્લેનથી દિલ્લી લાવવામાં આવ્યા હતા અને ગુરુગ્રામના મેદાંતામાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રો મુજબ મુલાયમ સિંહ યાદવની તબિયત શુગર વધુ હોવાના કારણે બગડી હતી. મેદાંતામાં ભરતી થયા બાદ ડૉક્ટરોએ રાતે જ તેમની જરૂરી તપાસ કરાવી અને રિપોર્ટ આવ્યા બાદ જણાવ્યુ કે હવે મુલાયમ સિંહની સ્થિતિ સ્થિર છે. તેમને હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા. મેદાંતામાં મુલાયમ સિંહ યાદવનો ઈલાજ સીનિયર ફિઝિશિયન ડૉ. સુશીલા કટારિયાની દેખરેખમાં ચાલ્યો હતો. ડૉ.સુશીલા કટારિયાની દેખરેખમાં આ પહેલા પણ મુલાયમ સિંહ યાદવનો ઈલાજ થઈ ચૂક્યો છે.

પરિવારમાં સમાધાન કરાવવાની કોશિશમાં લાગ્યા છે મુલાયમ

પરિવારમાં સમાધાન કરાવવાની કોશિશમાં લાગ્યા છે મુલાયમ

ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે મુલાયમ સિંહ યાદવ લખનઉના પીજીઆઈમાં ભરતી થયા હતા તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને મળવા તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ યાદવ પણ ત્યાં હાજર રહ્યા. તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મળેલી હાર બાદથી અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે સમાધાન કરાવવાની કોશિશોમાં લાગ્યા છે. પરિવારમાં સમાધાન કરાવવા માટે મુલાયમ સિંહ યાદવ દિલ્લીથી લઈને પોતાના પૈતૃક ગામ ઉત્તરપ્રદેશા સૈફઈ સુધીમાં પુત્ર અખિલેશ યાદવ અને ભાઈ શિવપાલ યાદવને અલગ અલગ બેસાડીને ઘણી બેઠકો કરી ચૂક્યા છે. જો કે શિવપાલ સ્પષ્ટ રીતે કહી ચૂક્યા છે કે હવે તે સમાજવાદી પાર્ટીનો હિસ્સો નહિ બને.

English summary
Mulayam Singh Yadav Surgery In Ghaziabad Hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X