મુલાયમ પહેલા યુપી સંભાળે, પછી જુવે PM બનવાના સપના: શાહ

નરેન્દ્ર મોદીના ખાસ અને સહયોગી અમિત શાહે ગઇકાલે અત્રે જણાવ્યું કે 'તેઓ રાજ્યની સ્થિતિઓને સુધારી શકતા નથી તેમની પાર્ટી સત્તામાં છે તેમ છતાં તેમની મહત્વકાંક્ષા વડાપ્રધાન બનવાની છે.'
અમિત શાહે યુપીએની સરકાર પર ભ્રષ્ટાચારી લોકોને બચાવવા અને કોંગ્રેસ પાર્ટીના રાજનૈતિક વિરોધીઓને પ્રતાડીત કરવા માટે સીબીઆઇના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. મોદીના વખાણ કરતા ભાજપા નેતાએ દાવો કર્યો કે તેમના પ્રભાવી પ્રશાસનથી ગુજરાતમાં શાંતિ છે અને છેલ્લા એક દાયકામાં રાજ્યના કોઇ પણ ભાગમાં એક કલાકનો પણ કર્ફ્યૂ નથી લાગ્યો.
ગુજરાતની સરખામણી ઉત્તરપ્રદેશ સાથે કરતા અમિત શાહે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં વીજળીનું સંકટ છે જ્યારે ગુજરાતમાં કોઇ ઇન્વર્ટર ખરીદવા અંગે પણ વિચારતું નથી કારણ કે ત્યાં વીજળીનો કાપ નથી. અમિત શાહે ઉત્તર પ્રદેશની જનતાને ગુજરાતના વિકાસ મોડેલ અંગેની વાત કરીને તેમના મન જીતવાની કોશીશ કરી હતી.












Click it and Unblock the Notifications
