મુંબઈઃ ધારાવીમાં બગડી રહી છે સ્થિતિ, વધુ 20 લોકો કોરોના પૉઝિટીવ મળ્યા
દેશમાં કોરોના વાયરસા દર્દીઓની સંખ્યા 17 હજારને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર થયુ છે. અહીં અત્યાર સુધી 4200થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 2200થી વધુ કેસ દેશની આર્થિક રાજધાની મુંબઈથી સામે આવ્યા છે. વળી, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીવાળા વિસ્તાર ધારાવીમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે જ્યાં દર્દીઓની સંખ્યા 138 પહોંચી ગઈ છે.
ધારાવીમાં રવિવારે 20 નવા કોરોના પૉઝિટીવ કેસ જોવા મળ્યા છે. ત્યારબાદ અહીં દર્દીઓની કુલ સંખ્યા 138 થઈ ગઈ છે. વળી, 11 લોકો ધારાવીમાં કોરોનાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર છે અને અહીંની વસ્તી ખૂબ જ ગીચ છે. વિશેષજ્ઞોની માનીએ તો જો જલ્દી સ્થિતિ પર કાબુ ન મેળવાયો તો ગીચ વસ્તી હોવાના કારણે અહીં કોરોનાને રોકવો મુશ્કેલ બની જશે. પ્રશાસન તરફથી આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથે જ બધાની તપાસ પણ કરવામાં આવી રહી છે.
છેલ્લા 24 કલાકમાં અહીં સૌથી વધુ સંક્રમિત દર્દી સામે આવ્યા છે. મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં 552 નવા કોરોના પૉઝિટીવની ઓળખ કરવામાં આવી છે જ્યારે આ દરમિયાન બિમારીના કારણે 12 લોકોના જીવ ગયા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે કુલ 223 લોકોના મોત થઈ ચૂક્યા છે જે આખા દેશમાં સૌથી વધુ છે.
આ પણ વાંચોઃ એર ઈન્ડિયાએ રોક્યુ ફ્લાઈટનુ બુકિંગ, DGCAએ જારી કર્યુ સર્ક્યુલર