For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં યુવતી પર એસીડથી હુમલો, હાલત ગંભીર

|
Google Oneindia Gujarati News

indian-railway
મુંબઇ, 5 મેઃ એસીડ ફેંકીને હુમલાનો શિકાર યુવતી પ્રીતિ રાઠીના પિતાએ રવિવારે જણાવ્યું કે તેની હાલત નાજૂક છે. નવી દિલ્હીમાંથી નર્સિંગમાં સ્નાતકની વિદ્યાર્થી પ્રીતિ ચાર દિવસ પહેલા મુંબઇના એક રેલવે સ્ટેશન પર એસીડ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો. પ્રીતિના પિતા અમર સિંહ રાઠી મુંબઇના બાઇકુલમાં સમીના હોસ્પિટલમાં દાખલ પ્રીતિની દેખરેખ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી છે. પ્રીતિની હાલતથી તે ઘણા ચિંતિત છે.

તેમણે કહ્યું, તેને આઇસીયુમાં રાખવામાં આવી છે. અત્યાર સુધી તેની હાલતમાં કોઇ સુધારો આવ્યો નથી. પ્રીતિ પોતાના પિતા સાથે ગત ગુરુવારે મુંબઇ આવી હતી. મુંબઇની બાંદ્રા સ્ટેશન પર ગરીબ રથ રેલગાડીમાં ઉતરતા જ અજાણ્યા યુવકે પ્રીતિના ચહેરા પર એસીડ ફેંક્યુ હતુ. તે નવી દિલ્હીથી આવી હતી.

રાઠી અનુસાર પ્રીતિ દક્ષિણ મુંબઇના કોલાબામાં સૈન્ય હોસ્પિટલમાં નર્સ લેફ્ટિનેન્ટના રૂપમાં નનવી નોકરી કરવા માટે આવી હતી. હવે પ્રીતિના પરિવારને એ સમજાઇ રહ્યું નથી કે રક્ષા વિભાગમાં તેની નોકરીનું શું ભવિષ્ય છે. રાઠીએ કહ્યું, અમે ઔપચારિક રીતે મુંબઇમાં સૈન્ય અધિકારીઓના સંપર્ક કરી પ્રીતિનો પક્ષ રજૂ કરશે. ત્યારબાદ નિર્ણય કરવો તેમના હાથ પર છે.

આ વચ્ચે ભારતીય રેલવેએ પ્રીતિની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે, કારણ કે આ હુમલો રેલવે પરિસરમાં થયો છે. તેનાથી પ્રીતિના પરિવારને ઘણી રાહત મળી છે. મસીના હોસ્પિટલના નિદેશક આરબી દસ્તુરે કહ્યું કે એસીડથી દાજવું અને મોઢા થકી એસીડની અંદર જતા રહેવુ અથવા શ્વાસના માર્ગથી તેના પ્રભાવના કારણે પ્રીતિનો આંતરિક હિસ્સો બળી ગયો છે તથા તેની જમણી આંખની રોશની સંપૂર્ણપણે જતી રહી છે.

અત્યારસુધીની સ્થિતિ અનુસાર ડાબી આંખ સંપૂર્ણ રીતે બચી ગઇ છે. મુંબઇ પોલીસને ઘટનાસ્થળ પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરનો સ્કેચ જારી કરવામાં આવ્યો છે, પરંતુ ચાર દિવસ બાદ આજે પણ તેને પકડી શકાયો નથી. પોલીસે પ્રીતિ, તેના પિતા, ભાઇ વિનોદ કુમાર સિંહ તથા ભાઇની પત્ની સુનીતા સિંહની પૂછપરછ કરી છે.

English summary
The condition of Preeti Rathi, the nursing graduate from New Delhi who became the victim of an acid attack here four days ago, continues to be critical, her father said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X