For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાત્જૂએ જૈબુન્નિસા માટે પણ કરી માફી અપીલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

markandey-katju
નવી દિલ્હી, 28 માર્ચ: ભારતીય પ્રેસ પરિષદના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જૂએ મુંબઇ વિસ્ફોટ કેસના અન્ય એક દોષી જૈબુન્નિસા માટે પણ માફી માંગી છે. આ પહેલાં માર્કન્ડેય કાત્જૂએ આ મુદ્દે અભિનેતા સંજય દત્ત માટે પણ માફી આપવા માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કન્ડેય કાત્જૂએ કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કે શંકરનારાયણ પાસે જૈબુન્નિસા કાઝીને માનવીય આધાર પર માફ કરવા માટે પત્ર લખશે.

માર્કન્ડેય કાત્જૂએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે જૈબુન્નિસા કાઝી પણ માફીની હકદાર છે. હું પહેલાં તેના કેસની સુનાવણી કરી ચુક્યો છું તથા તેના કેસ પર કોર્ટના ચુકાદાને જોતાં મારો સ્પષ્ટ વિચાર છે કે તે પણ માફીની હકદાર છે. માર્કન્ડેય કાત્જૂએ આગળ લખ્યું છે કે મેં જૈબુન્નિસા તથા સંજય દત્તની માફી માટે રાષ્ટ્રપતિ સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલને અપીલ કરવાનો નિર્ણય લીધો હતો.

બે દિવસ પહેલાં માર્કન્ડેય કાત્જૂએ કહ્યું હતું કે જૈબુન્નિસાની પુત્રી શગુફ્તાનો મેઇલ મળ્યો હતો, જેમાં તેને પોતાની માતા માટે માફીની અપીલ કરવા માટે કહ્યું હતું. મુંબઇમાં 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં જૈબુન્નિસા પણ અભિનેતા સંજય દત્તની માફક ગેર કાયદેસર રીતે હથિયાર રાખવાના ગુના દોષી ગણવામાં આવી છે અને તેને પણ પાંચ વર્ષની સજા થઇ છે. સંજય દત્ત માટે માફીની અપીલને લઇને ટીકા કરવા પર માર્કન્ડેય કાત્જૂએ કહ્યું હતું કે કેટલાક લોકોનું કહેવું છે કે આ પ્રમાણે તો બીજા લોકો પણ માફીની માંગણી કરવા લાગશે. તેના પર મારો જવાબ છે કે મારી સમક્ષ જે પણ કેસ આવશે, હું તેના પર વિચાર કરીશ.

English summary
Markandey Katju on Wednesday raised his voice to seek mercy for Zaibunnisa Kazia, a co-accused in the 1993 bomb blasts case who was sentenced to five years imprisonment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X