શર્મસાર: પત્નીની સામે જ કર્યો પોતાની પુત્રીનો બળાત્કાર
મુંબઈથી એક એવી ખબર આવી રહી છે જેને સાંભળીને આપણા રુંવાટા ઉભા થઇ જશે. જેને પિતા અને પુત્રીના સંબંધને શર્મસાર કરી મુક્યો છે. કોઈ પણ દીકરી પોતાના પિતાના હાથોમાં સૌથી વધુ સુરક્ષિત અનુભવ કરતી હોઈ છે. પરંતુ અહીં તો પિતા જ હેવાન બની ચુક્યો છે.
મુંબઇના એક નરાધમ પિતાએ પોતાની પુત્રી પર જ દુષ્કર્મ આચરતો આવ્યો હતો. દીકરીના લગ્ન અને સમાજમાં બદનામીની ચિંતા કરી માતાએ પણ આંખો આડા કાન કરી દીધા હતા. જેનો ફાયદો ઉઠાવી નરાધમ વારંવાર માતા સામે જ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો.

આરોપી પિતાની ઉમર 45 વર્ષ કરતા વધારે છે. પિતા શરૂઆતમાં નાના મોટા અડપલાં કરતો રહ્યો. પરંતુ બાદમાં તેને તેની જ દીકરી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો. જ્યારે દીકરીએ માતા ને તેના વિશે ફરિયાદ કરી ત્યારે તેના પિતા અને માતા વચ્ચે ખુબ જ ઝઘડો ચાલ્યો. પિતાએ દીકરી સાથે ત્યારબાદ ખુબ મારપીટ પણ કરી.
કેટલીક વાર તો હેવાન પિતાએ માતાની સામે જ દીકરી પર બળાત્કાર ગુજારતો રહ્યો. આખરે ત્રાસીને માતા અને દીકરીએ પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસે તરત જ એક્શન લેતા નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
