નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને મુંબઇ કોર્ટ તેડું!
મુંબઇ, 10 મે: એક વિશેષ સીબીઆઇ કોર્ટે તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ અને અન્ય આરોપીયોને શુક્રવારે સમન્સ પાઠવ્યું છે.
સુનાવણીના પહેલા દિવસે ખાસ ન્યાયાધીશ જે.ટી. ઉત્પલે આરોપીઓને સમન્સ જારી કર્યું અને 23 મેના રોજ તેમને રજૂ થવા માટે જણાવ્યું છે. આ મામલો ગુજરાતથી મુંબઇની કોર્ટમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો.
સીબીઆઇએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શાહ અને ઘણા પોલીસ અધિકારી સહિત 18 અન્ય લોકોના આરોપપત્ર દાખલ કર્યા હતા.

તપાસ એજેન્સી અનુસાર આ એન્કાઉન્ટરના પ્રત્યક્ષદર્શી સાક્ષી તુલસી પ્રજાપતિને ત્યારબાદ ડિસેમ્બર, 2006માં ગુજરાતમાં બનાસકાઠા જિલ્લાના ચાપરી ગામમાં પોલીસે ઠાર માર્યો હતો.












Click it and Unblock the Notifications
