For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈના ઑલ રાઉન્ડર ક્રિકેટરે ઝેર ખાઈને આપ્યો જીવ, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ

મુંબઈમાં એક યુવા ક્રિકેટરે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ક્રિકેટર સાથે તેની માતાનો મૃતદેહ પણ ફ્લેટમાંથી મળી આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં એક યુવા ક્રિકેટરે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ક્રિકેટર સાથે તેની માતાનો મૃતદેહ પણ ફ્લેટમાંથી મળી આવ્યો છે. કેસ મુંબઈના વિરાર વિસ્તારમાં સાંઈનાથ નગરનો છે જ્યાં પોલિસને બંનેના મૃતદેહ મળી આવ્યા. પ્રારંભિક તપાસમાં એ સામે આવી રહ્યુ છે કે બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. ક્રિકેટરનું નામ વિનોદ ચોગુલે (25) અને તેમની માનું નામ સરસ્વતી ચોગુલે (42) છે. પોલિસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ જૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ પણ ભાજપને બચાવી નહિ શકેઃ અખિલેશઆ પણ વાંચોઃ જૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ પણ ભાજપને બચાવી નહિ શકેઃ અખિલેશ

માતા-પુત્રના શબ પડ્યા હતા જમીન પર

માતા-પુત્રના શબ પડ્યા હતા જમીન પર

આ ઘટના શુક્રવાર રાતની છે. રોજની જેમ જ્યારે સરસ્વતી ચોગુલેના ઘરનો દરવાજો ખુલ્યો તો પાડોશીઓને શંકા ગઈ અને એક પાડોશીએ બારીમાંથી ઘરની અંદર જોયુ. ફ્લેટની અંદર માતા-પુત્રનો મૃતદેહ પડ્યો હતો. પાડોશીઓએ ત્યારબાદ પહેલા પોલિસ અને બાદમાં સંબંધીઓને આ ઘટનાની સૂચના આપી. જો કે પોલિસ આવતા પહેલા જ પાડોશીઓ ઘરનો દરવાજો તોડીને બંનેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ચૂક્યુ હતુ. હોસ્પિટલમાં ડૉક્ટરે જણાવ્યુ કે બંનેનું મોત થઈ ચૂક્યુ છે.

શ્રેષ્ઠ ઑલ રાઉન્ડર ક્રિકેટર હતો વિનોદ

શ્રેષ્ઠ ઑલ રાઉન્ડર ક્રિકેટર હતો વિનોદ

આસપાસના લોકો પાસેથી મળેલી માહિતી મુજબ વિનોદ એક શ્રેષ્ઠ ઑલ રાઉન્ડર ક્રિકેટર હતો અને સૈબા ક્રિકેટ એકેડમીમાં રમતો હતો. આ ઉપરાંત વસઈ-વિરાર વિસ્તારના ઘણા બીજા ક્રિકેટર ક્લબ પણ સ્થાનિક ટુર્નામેન્ટમાં તેને પોતાની તરફ રમવા માટે બોલાવતા હતા. હાલમાં મૃતકોના સંબંધી અશોક ચોગુલેની ફરિયાદના આધારે વિરાર પોલિસે કેસ નોંધી લીધો છે. પોલિસને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલિસનું કહેવુ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તે આ કેસમાં કંઈ કહી શકશે.

ઈએમઆઈ નહોતો આપી શકતો વિનોદ

ઈએમઆઈ નહોતો આપી શકતો વિનોદ

પડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કર્યા બાદ માલુમ પડ્યુ કે વિનોદ ચોગુલે અને તેની મા બંને આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. આ ઉપરાંત સરસ્વતીની તબિયત પણ ઘણી ખરાબ રહેતી હતી. પડોશીઓએ જણાવ્યુ કે વિનોદ એક ફર્મમાં કામ કરતો હતો. તેની આર્થિક સ્થિતિ બરાબર નહોતી જેના કારણે તે ઈએમઆઈ પણ નહોતો ભરી શકતો. માતા-પુત્ર આ કારણે ઘણી મુશ્કેલીઓને સામનો કરી રહ્યા હતા. વિરાર પોલિસના સૂત્રો અનુસાર બંનેની આત્મહત્યા પાછળ આર્થિક મુશ્કેલી સૌથી મોટુ કારણ જોવા મળી રહ્યુ છે.

English summary
Mumbai Cricketer And His Mother Take Extreme Step
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X